બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Memories of 23-year-old war among the jawans got emotional, PM Modi warned enemy countries

જવાનો સાથે દિવાળી / જવાનો વચ્ચે 23 વર્ષ જૂની યુદ્ધની યાદો વાગોળી ભાવુક થયા PM મોદી, દુશ્મન દેશોને આપી ચેતવણી

Malay

Last Updated: 11:49 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનાના જવાનોની સાથે દિવાળીને માનવવા માટે કારગિલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને દિવાળીનો અર્થ સમજાવ્યો. સાથે જ તેમણે દુશ્મન દેશોને ચેતવણી પણ આપી.

  • જવાનો સાથે દિવાળી માનવવા કારગિલ પહોંચ્યા PM મોદી
  • તમામ દેશવાસીઓ અને વિશ્વને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી
  • કારગિલની વિજય ભૂમિ પરથી દુશ્મન દેશોને આપી ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચ્યા હતા. દર વર્ષની જેમ તેમણે અહીં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ તકે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવવી મને ગમે છે. 

દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના
PM મોદીએ કહ્યું કે, ક્યાં સિવિલિયન લોકોની આતિશબાજી અને ક્યાં તમારી આતિશબાજી. તમારી આતિશબાજી કંઈક અલગ હોય છે. તમારા ધમાકા પણ અલગ હોય છે. સાથીઓ શોર્યની અપ્રતિમ ગાથાઓની સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે. એટલા માટે ભારત પોતાના તહેવારોને પ્રેમની સાથે મનાવે છે. આખા વિશ્વને તેમાં સામેલ કરીને મનાવે છે. આજે કારગિલની આ વિજય ભૂમિ પરથી અને જવાનોની વચ્ચેથી હું તમામ દેશવાસીઓ અને વિશ્વને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું.

PM મોદીએ જવાનોને સમજાવ્યો દિવાળીનો અર્થ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનો અર્થ સમજાવતા કહ્યું કે, વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. 'આતંકના અંતનો ઉત્સવ'. આવું જ કારગિલે પણ કર્યું હતું. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત અપાવી હતી. જેને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારું એ સૌભાગ્ય રહ્યું, હું જીતનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને પણ નજીકથી જોયું હતું.   

સાધન-સામગ્રી લઈને હું અહીંયા પહોંચ્યો હતો: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે આપણા જવાનો કારગિલ યુદ્ધમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા. ત્યારે મને તેમની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. દેશના એક સામાન્ય નાગરિક તરીકે મારો કર્તવ્ય પથ મને રણભૂમિ સુધી લઈ આવ્યો હતો. દેશે પોતાના સૌનિકોની સેવા માટે જે કંઈ સાધન-સામગ્રી આપી હતી, તેને લઈને હું અહીંયા આવ્યો હતો. 

... ત્યારે જ કોઈ રાષ્ટ્ર પોતાને સુરક્ષિત કહી શકે છે: PM 
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ પોતાને સુરક્ષિત કહી શકે છે જ્યારે તેની સરહદો સુરક્ષિત હોય, જ્યારે તેની અર્થવ્યવસ્થા મજબૂત હોય અને જ્યારે ગરીબોને પોતાનું ઘર મળે, દરેક સુવિધા મળે.

પીએમ મોદીની દુશ્મન દેશોને ચેતવણી
પીએમ મોદીએ દુશ્મન દેશોને ચેતવણી આપતા કહ્યું કે, આપણે યુદ્ધના વિરોધી છીએ પણ શાંતિ પણ સામર્થ્ય વગર શક્ય નથી, જો દેશ પર કોઈ નજર ઉઠાવીને જોશે તો સેના તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

 

સેનામાં થઈ રહ્યા છે મોટા સુધારા વધારા: PM મોદી 
PM મોદીએ સેનાના જવાનોને કહ્યું કે, ભવિષ્યમાં યુદ્ધની પદ્ધતિ પણ બદલવા જઈ રહી છે, સેનામાં મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે. સેનામાં સારો તાલમેલ રહે અને તેજીથી કાર્યવાહી માટે સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે. સરહદ પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક સૈનિક સ્કૂલ ખોલવામાં આવી રહી છે, અને મને ગર્વ છે કે ભારતની સેનામાં દીકરીઓના આવવાથી તાકાત વધવાની છે.

PM મોદી છેલ્લા 8 વર્ષથી જવાનો સાથે મનાવે છે દિવાળી
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો તહેવાર મનાવતા આવી રહ્યા છે. પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.

દર વર્ષે અલગ-અલગ જગ્યાએ મનાવે છે દિવાળી
પીએમ મોદી દિવાળીની ઉજવણી માટે દેશની વિવિધ સરહદોની મુલાકાત લે છે. ક્યારેક તેઓ પાકિસ્તાનની સરહદ પર હોય છે તો ક્યારેક ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં. જે વર્ષ 2014થી સતત ચાલુ છે.
- વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014 તેમણે સિયાચીનમાં સેનાની સાથે દિવાળી મનાવી હતી, જ્યાં શિયાળામાં તાપમાન માઈનસ 40 ડિગ્રી થઈ જાય છે.
- આ પછી વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ સાથેની પાકિસ્તાન સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- ત્યારબાદ 2016માં તેમણે હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં BSF અને આર્મીના જવાનો સાથે દિવાળી માનવી હતી.
- પીએમ મોદીએ વર્ષ 2018માં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ITBP અને આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- જે બાદ વર્ષ 2019માં PM મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી.
- વર્ષ 2020માં તેઓ રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
- ત્યારબાદ 2021માં તેમણે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. આ રીતે પીએમ મોદી દર વર્ષે દિવાળી સેનાના જવાનો સાથે મનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ