મહેસાણા સતલાણાના સરદારપુરા ચીકણામાં બાળકની હત્યાના મામલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. આ સાથે હત્યારાઓને પકડવાની ખાસ માંગ કરી છે.
એક સપ્તાહથી ગુમ બાળકની લાશ ગત સાંજે શાળાના પાછળના ભાગમાંથી મળી હતી. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભરતજી ઠાકોર મૃતકના પરિવાર સાથે મુલાકાત કરશે
.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણા જિલ્લાના સરદારપુરા ચીકણાંમાંથી એક બાળકના અપહરણની ઘટના બની હતી ત્યારબાદ ગત સાંજે તે બાળકની હત્યા કરેલી લાશ મળી આવતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.
આ ઘટના અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાળકના હત્યારાઓને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.