મહેસાણાના ચીકણા ગામે કિશોર હિરણ્ય ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પતંગ-દોરીની તકરારમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. પતંગની તકરારમાં ગામના કિશોરે હત્યા કરી હતી. હત્યા કરનાર કિશોરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણા જિલ્લાના સરદારપુરા ચીકણાંમાંથી એક બાળકના અપહરણની ઘટના બની હતી ત્યારબાદ તે બાળકની હત્યા કરેલી લાશ મળી આવતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.
આ ઘટના અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાળકના હત્યારાઓને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર જ્ઞાતિના આગેવાન અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવારની મુલાકાત લઇને સાંત્વના આપી હતી અને આ ઘટનાની ખાસ તપાસ કરવાની માંગણી કરતા ગઇકાલે આ હત્યાનો મામલો ઉકેલાયો હતો.