બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Meeting of Sharad Pawar and Ajit Pawar at the businessman's bungalow

રાજનીતિ / મહારાષ્ટ્રમાં મહાપોલિટિકલ ડ્રામા: બિઝનેસમેનના બંગલામાં શરદ પવાર અને અજીત પવારની મીટિંગ, રાજકારણ ગરમાયું

Priyakant

Last Updated: 12:47 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis News: ગુપ્ત બેઠક બાદ બહાર નીકળતી વખતે અજીત પોતાની કારમાં મીડિયાથી છૂપાયેલા જોવા મળ્યા

  • મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું 
  • અજિત પવાર અને શરદ પવાર વચ્ચે ગુપ્ત બેઠક 
  • તો શું હવે વિભાજિત NCP ફરી એક થઈ જશે ? 

શરદ પવાર-અજીત પવાર મુલાકાત: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના Dy.CM અજિત પવાર અને NCP ચીફ શરદ પવારે શનિવારે પુણેમાં ગુપ્ત બેઠક યોજી હતી. કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર 3 સ્થિત એક બિઝનેસમેનના બંગલામાં સાંજે આ બેઠક થઈ હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં NCP નેતા જયંત પાટીલ પણ હાજર હતા. NCPમાં ભાગલા પડ્યા બાદ અજીત અને શરદની આ ચોથી મુલાકાત છે.

કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર 3 સ્થિત એક બિઝનેસમેનના બંગલામાં યોજાયેલ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. વિગતો મુજબ શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ એક હોટલમાં આ બેઠક યોજાવાની હતી પરંતુ કોઈ કારણસર તે રદ કરવામાં આવી હતી. બાદમાં વેપારી અતુલ ચોરડિયાના બંગલે આ બેઠક થઈ હતી. નોંધનીય છે કે, બિઝનેસમેન ચોરડિયા પવાર પરિવારની નજીક છે.
 
અજિત-જયંતે મીડિયાને ચકમો આપીને બેઠકમાં  પહોંચ્યા
આ તરફ હવે એવી વાત સામે આવી છે કે, અજિત પવાર અને જયંત પાટીલે મીડિયાને ચકમો આપીને બેઠકમાં હાજરી આપી હતી. અજિત સત્તાવાર કાફલામાંથી નીકળીને બેઠકમાં પહોંચ્યા તો સમયે જયંત પાટીલ પાર્ટી કાર્યકરના વાહનમાં રવાના થયા હતા. આ તરફ ગુપ્ત બેઠક બાદ બહાર નીકળતી વખતે અજીત પોતાની કારમાં મીડિયાથી છૂપાયેલા જોવા મળ્યા હતા. 

તો શું હવે એક-બે દિવસમાં થશે મોડો ધડાકો ? 
આ તરફ હવે શરદ પવાર અને અજીત પવાર વચ્ચેની ગુપ્ત બેઠકમાં અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, વિભાજિત NCP ફરી એક થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર પોતે એક-બે દિવસમાં આ મામલાની માહિતી મીડિયા સાથે શેર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ