ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Meeting between Prashant Kishor and Kanu Kalasaria
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને દિશા દેખાડવા માટે પ્રશાંત કિશોરને જવાબદારી સોંપાઈ હોવાની ચર્ચા શરૂ છે. ત્યારે પ્રશાંત કિશોર એક પછી એક ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ શ્રેણીમાં પ્રશાંત કિશોરે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે દિલ્હીમાં બેઠક કરી હોવાની વાત સામે આવી છે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય રણનીતિકાર પ્રશાંત કીશોર ગુજરાતને લઈ સક્રિય જોવા મળી રહ્યા છે. કનુભાઈ અને પ્રશાંત કિશોર વચ્ચે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનાર ચૂંટણીને લઇ ચર્ચા થઈ છે. બે કલાક કરતાં પણ વધુ દિલ્હીમાં આ બેઠક ચાલી છે. દિલ્હી ખાતે પ્રશાંત કિશોરના નિવાસ્થાને કનુ કલસરિયા પહોંચ્યા હતા.

ADVERTISEMENT
મહત્વનું છે કે, 2022ના રણસંગ્રામ માટે ગુજરાતમાં અત્યારથી જ થઈ રહી છે. કારણ કે, આ વખતે ભાજપ-કોંગ્રેસ તો હશે જ પરંતુ સામે આમ આદમી પાર્ટી પણ ફૂલ તૈયારીઓ સાથે મેદાનમાં હશે. તેવામાં આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે, ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. ૨૭ વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા બાદ આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે. કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે. શા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવા માંગે છે? અને શું પ્રશાંત કિશોરના ગુજરાત આગમનથી રાતોરાત કોંગ્રેસ બદલાઈ જશે? આવો જોઈએ આ રિપોર્ટમાં..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો