બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ભારત / MBBS seats will increase along with new medical colleges across the country

ગુડ ન્યુઝ / દેશભરમાં નવી મેડિકલ કોલેજોની સાથે વધશે MBBSની સીટો, NMCને મળી નવી અરજીઓ

Priyakant

Last Updated: 10:10 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Medical Colleges Latest News : નેશનલ મેડિકલ કમિશન (NMC) ને નવી મેડિકલ કોલેજો માટે 112 ઓનલાઈન અરજીઓ અને MBBS સીટો વધારવા માટે 58 ઓનલાઈન અરજીઓ મળી

New Medical Colleges : નેશનલ મેડિકલ કમિશન (NMC) ને નવી મેડિકલ કોલેજો માટે 112 ઓનલાઈન અરજીઓ અને MBBS સીટો વધારવા માટે 58 ઓનલાઈન અરજીઓ મળી છે તેમની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, 2024-25ના સત્રમાં નવી મેડિકલ કોલેજો શરૂ થવાની સાથે MBBSની બેઠકો પણ વધશે. જોકે આ સંખ્યા શું હશે તે અંગે હજુ આકારણી પ્રક્રિયા ચાલી રહી છે. 

NMCના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડૉ. અરુણા વી. વણિકર કહે છે કે, 2024-25માં MBBSની કેટલી બેઠકો વધારવામાં આવશે તે અંગે કોઈ લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ બેઠકો વધારવાની સાથે સાથે મહત્તમ ભાર તેના પર રહેશે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તબીબી શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંગે NMC દ્વારા જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ધીરે ધીરે કોલેજોની મુલાકાત લેવાની પ્રક્રિયા ઓછી થશે અને ઓનલાઈન પ્રક્રિયાને વધુ અનુસરવામાં આવશે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેમાં AI ટૂલ્સનો પણ સમાવેશ થાય છે.

MBBS સીટો વધારવા માટે મળી અરજીઓ 
2013-14માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી જે હવે વધીને 706 થઈ ગઈ છે. જ્યારે MBBSની બેઠકોની સંખ્યા પણ 51,348થી વધીને 1,08,198 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પીજી સીટો પણ 31,185 થી વધીને 69,457 થઈ ગઈ છે. NMCને નવી મેડિકલ કોલેજો શરૂ કરવા અને MBBS સીટો વધારવા માટે અરજીઓ મળી છે. NMC દ્વારા અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. NMCએ કોલેજોમાં આધાર આધારિત બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરી છે.

વધુ વાંચો : એવું શું થયું કે ECએ એકસાથે 106 સરકારી કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ, જાણો કારણ

આ તરફ નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં 1.08 લાખ MBBS સીટો છે અને આ સીટોમાં હજુ 40 હજારનો વધારો થઈ શકે છે. દેશમાં MBBSની સીટો વધીને 1.5 લાખ થઈ શકે છે. આ વર્ષે પણ બેઠકો વધારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ NMCનો ઉદ્દેશ્ય માત્ર બેઠકો વધારવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તબીબી શિક્ષણ મળે તે જોવાનો પણ છે. કોલેજોના રેટિંગનો પણ આ હેતુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, NMC કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ જરૂરી સુવિધાઓની નજીકથી તપાસ કરશે અને પછી જ મંજૂરી આપવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં MBBSની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને NMCએ એવી કોલેજો સામે કડક પગલાં લેવા પડશે જ્યાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ