બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / વિશ્વ / Mauritius government's big announcement regarding the life prestige of Ram temple

અયોધ્યા રામ મંદિર / રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોરેશિયસ સરકારનું મોટું એલાન, હિન્દુ કર્મચારીઓને મળશે આટલાં કલાકની છૂટ

Priyakant

Last Updated: 09:18 AM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: મોરેશિયસ દેશમાં 22 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓને  બપોરે 2થી 4 કલાક દરમિયાન અપાશે છુટ્ટી, મોરેશિયસમાં 70 ટકાથી વધુ  લોકો ભારતીય મૂળના

  • મોરેશિયસ સરકારનો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોટો નિર્ણય 
  • મોરેશિયસ દેશમાં 22 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓને 2 કલાકની છુટ્ટી 
  • મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી પ્રવિણ કુમારની જાહેરાત 
  • તમામ કર્મચારીઓને બપોરે 2થી 4 કલાક દરમિયાન અપાશે છુટ્ટી 
  • મોરેશિયસમાં 70 ટકાથી વધુ  લોકો ભારતીય મૂળના

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતના મિત્ર દેશ મોરેશિયસે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી કે, 22 જાન્યુઆરીએ બે કલાકનો વિરામ રહેશે. મોરેશિયસ સરકારે જાહેરાત કરી હતી કે, હિંદુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આ બ્રેક આપવામાં આવશે. હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી. તાજેતરમાં મોરેશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં 22 જાન્યુઆરીએ સમારોહનું પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે બે કલાકનો વિરામ આપવો જોઈએ.

મોરેશિયસ સરકારે શું કહ્યું?
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટ ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે હિંદુ જાહેર અધિકારીઓને બપોરે 2 વાગ્યાથી બે કલાકની વિશેષ રજા આપવા માટે સંમત થયા છે.આ સંદર્ભમા  આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું ચિહ્નિત કરે છે. 

વાંચો વધુ: INDIA ગઠબંધનની આજે વર્ચ્યુઅલ બેઠક: સીટોની વહેંચણીથી લઇને સંયોજકના નામ પર લાગી શકે છે મહોર

રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિના અભિષેક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ હાજર રહેશે. વિવિધ ક્ષેત્રની મોટી હસ્તીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસની ટોચની નેતાગીરીએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ