બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Manifesto will be released for 26th Lok Sabha seat of Gujarat know important details in one click

ત્રીજો તબક્કો / ગુજરાતની 26 લોકસભા બેઠક માટે બહાર પડશે જાહેરનામું, એક ક્લિકમાં જાણો જરૂરી વિગત

Vishal Khamar

Last Updated: 07:47 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ સાથે સાથે 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

લોકસભા ચૂંટણીની જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઈ જવા પામ્યું હતું. આજે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે.

22 એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ
રાજકીય પક્ષોનાં ઉમેદવારો આજથી એટલે કે 12 થી 19 એપ્રિલ દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તેમજ 20 એપ્રિલે ઉમેદવાર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 22 એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું 7  મે ના રોજ મતદાન યોજાશે. તેમજ 4 જૂનનાં રોજ દેશભરમાં મતગણતરી થશે. જ્યારે ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન યોજાશે. 

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા બાબતે નોટિસ જાહેર કરાઈ છે. ૧૨/૦૪/૨૦૨૪થી ૧૯/૦૪/૨૦૨૪ દરમિયાન રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતવિભાગ માટેની ચૂંટણી નોટિસ તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે મુજબ,

પાર્થ કોટડીયા (જીલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગર)

(૧) ચૂંટણી અધિકારી ૮ - અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

(ર) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ, જિલ્લા સેવા મદન, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવશે.

(3) ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ તા. ૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.

વધુ વાંચોઃ કરોડો રૂપિયા ત્યાગી ચાલ્યા સંયમના માર્ગે, ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી અને તેમના પત્ની લેશે દીક્ષા

(૪ ) ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૭.૦૦થી સાંજના ૬.૦૦ કલાક વચ્ચે થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ