ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sabarakantha news Crores of rupees renounced on the path of austerity, industrialist Bhavesh Bhandari and his wife Lesh Deeksha

સાબરકાંઠા / કરોડો રૂપિયા ત્યાગી ચાલ્યા સંયમના માર્ગે, ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી અને તેમના પત્ની લેશે દીક્ષા

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:28 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

sabarkantha news: ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી કર્યો

ADVERTISEMENT

દુ:ખી હોઈએ ત્યારે ઈશ્વર યાદ આવી જવા એ જુદી વાત છે. પરંતુ સુખની છોળો વચ્ચે પણ હૈયે ભગવાનનો વાસ રહેવો તે કોઈ નિરાળી જ વાત છે. અને આ સદભાગ્ય દરેકને નથી સાંપડતું. કોઈ વિરલા જ આ સંપદાના હકદાર બને છે. આવા જ હકદાર બન્યા છે સાબરકાંઠાના ભાવેશ ભંડારી અને તેમની પત્ની. કે જેઓ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 

36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે
જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મનું પાલન કરવું કપરુ છે. જોકે આજે પણ એવા અનેક યુવાનો છે જે આ કપરા કાળમાં જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડયા છે. આવા યુવાનોમાંના એક છે હિંમતનગરના ભાવેશ ભંડારી. ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી કર્યો. કે નથી તેમને કોઈ શારિરીક કે માનસિક વેદના. વેલસેટ બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટીના માલિક ભાવેશ ભંડારી સંસારની આ તમામ મોહમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારી, જીનલ ભંડારી સહિત 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે. 

વાંચવા જેવું: 

સંયમનો માર્ગ 
ભાવેશભાઈના 16 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રીએ પણ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી. અને હવે તેમણે પોતે પણ પત્ની સાથે સાંસારિક મોહમાયા ત્યાગીને મોક્ષનો માર્ગ અપનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આમ કરોડોની સંપતી છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે કે, સંયમનો માર્ગ અને ધર્મ જ શ્રેષ્ઠ છે બાકી આ જાહોજલાલી નામ માત્ર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Initiation eclipse sabarkantha news જૈન ધર્મ દીક્ષા ગ્રહણ સાબરકાંઠા ન્યૂઝ sabarakantha news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ