ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:17 PM, 14 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Man wins 42 crores lottery jackpot: ઝડપથી ધનવાન બનવા માટે લોકો શું કરે છે? ક્યારેક તે જુગાર રમે છે તો ક્યારેક તે લોટરીની ટિકિટ ખરીદે છે. જો કે આ ખરાબ વ્યસનો છે, જે વ્યક્તિને ગરીબ બનાવી શકે છે, પરંતુ ક્યારેક તે વ્યક્તિના ભાગ્યના તાળા પણ ખોલી દે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ લોટરી દ્વારા કરોડપતિ અને અબજોપતિ બન્યા છે. વિદેશમાં, લોકો લોટરીની ટિકિટો મોટા પ્રમાણમાં ખરીદે છે અને એક જ વારમાં કરોડપતિ બની જાય છે. આવા જ એક વ્યક્તિની કહાની હાલમાં ચર્ચામાં છે, જે એક જ લોટરીની ટિકિટથી એટલો અમીર બની ગયો હતો કે તે આખી જીંદગીમાં ક્યારેય આટલા પૈસા કમાઈ શક્યો ન હોત.
એક રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ કોલોરાડોનો રહેવાસી છે અને તેની ઉંમર 77 વર્ષ છે. તેણે લોટરીમાં માત્ર એક-બે કરોડ નહીં પરંતુ 42 કરોડ રૂપિયા એક જ ઝાટકે જીતી લીધા. પહેલા તો તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેણે આટલી મોટી લોટરી જીતી લીધી છે, કારણ કે તે તેના પાલતુ કૂતરા સાથે ફરવા ગયો હતો. પછી જ્યારે તે પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેણે બમ્પર પ્રાઈઝ જીતી લીધું છે.
ADVERTISEMENT
પૈસા મળતા જ ખરીદ્યુ તરબૂચ
અહેવાલો અનુસાર, વૃદ્ધ વ્યક્તિએ લમ્પસમ કેશ ઓપ્શન પસંદ કર્યો હતો અને આ હેઠળ તેણે લગભગ 21 કરોડ રૂપિયાની ઈનામી રકમ લીધી હતી. આ પછી, સૌથી મજાની વાત એ થઈ કે વૃદ્ધ વ્યક્તિ સીધા ફળોની દુકાન પર ગયો અને ત્યાંથી તરબૂચ ખરીદ્યુ. આ સિવાય તેણે ફૂલની દુકાનમાંથી બુકે પણ ખરીદ્યુ હતુ. વાસ્તવમાં તે તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેણે પત્નીને તરબૂચ અને ફૂલોનો ગુલદસ્તો આપ્યો અને કહ્યું કે, તેણે આટલી મોટી લોટરી જીતી છે. આ જાણ્યા પછી તેની પત્ની પણ આનંદથી નાચવા લાગી.
શું છે પ્લાન ?
હવે તે માણસ આ પૈસાનું શું કરશે, તેણે કહ્યું કે સૌથી પહેલા તે તેની પત્નીની સારી સારવાર કરાવશે, કારણ કે તેની તબિયત હંમેશા ખરાબ રહે છે. આ પછી તે તેના પરિવાર વિશે થોડું વધુ વિચારશે, પરંતુ તે આટલા પૈસા ક્યાં રોકાણ કરશે તે અંગે હજુ સુધી કોઈ મોટી યોજના બનાવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT