બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man takes crocodile in his lap in a shocking video that goes viral

OMG / વિશાળકાય મગરને તેડીને ફરી રહ્યો છે આ વ્યક્તિ, VIDEO જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે

Arohi

Last Updated: 06:36 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે મગરને જોઈને મનુષ્ય તો શું ખુનખાર જાનવર પણ રસ્તો બદલી નાખે તેને લઈને તેને આ શખ્સ ખોળામાં લઈને ફરે છે. જુઓ ખતરનાક વીડિયો

  • વીડિયો જોઈને ધબકારા ચુકી જશો 
  • મગરને તેડીને ફરે છે આ વ્યક્તિ 
  • સૌથી ખતરનાક છે આ જાતીનો મગર

જેમ સિંહ જંગલનો રાજા છે તેમ મગર પાણીનો રાજા છે. તેનું જડબું ખૂબ જ શક્તિશાળી છે. જો કોઈ પ્રાણી કે મનુષ્ય તેની સામે આવી જાય તો તેનું કામ તમામ થઈ જાય છે. આ જ કારણ છે કે માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ તેનાથી દૂર રહેવામાં  માને છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને કોઈના પણ ધબકારા વધી જાય છે. વિડિયોમાં એક માણસ પોતાના કરતા મોટા મગરને પકડેલો જોવા મળી રહ્યો છે. જાણે તે કોઈ રમકડું હોય. ચોક્કસ તમે પણ આ વીડિયો જોઈને દંગ રહી જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું.

જુઓ વાયરલ વીડિયો 
વાયરલ વીડિયોમાં તમે એક માણસને ડાર્થ ગેટરને ખોળામાં લઈને ફરતો જોઈ શકો છો. મગર એકદમ વિશાળ અને ભયાનક દેખાય છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, જેને જોઈને ભયંકર પ્રાણી પણ ડરી જાય છે ત્યાં આ વ્યક્તિ તેને ખોળામાં લઈને આરામથી ચાલતો જોવા મળે છે. વ્યક્તિને જોઈને કહી શકાય કે તે આ મગરથી બિલકુલ ડરતો નથી. જુઓ આ વીડિયો...

મગર અને શખ્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yournatureshub નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, 'શું તમે આ કરી શકો છો.' જો કે, અમે તમને જણાવી દઈએ કે આ ડાર્થ ગેટર છે, જે મગરની ખૂબ જ આક્રમક પ્રજાતિ છે. કેલિફોર્નિયામાં તેને પાળતુ પ્રાણી તરીકે રાખવું ગેરકાયદેસર છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. 23 ફેબ્રુઆરીએ શેર કરાયેલા આ વીડિયોને 3 લાખ 66 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ