ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / man lifted metres into the air by giant kite at srilanka festival

ગજબ VIDEO / અલ્યા ભારે કરી! પતંગ સાથે આ ભ'ઇ પણ ઊડી ગયો, કેટલીયે મિનિટ હવામાં જ રહ્યો... વીડિયો જોઈને ચોંકી જશો

Published By: Premal

Last Updated: 07:11 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતંગનું નામ સાંભળતા જ લોકોની જૂની યાદો તાજા થઇ જાય છે. પતંગ ઉડાવવાની મજા એવી આવે છે, જેને માણસ આખું જીવન ક્યારેય ભૂલી શકતો નથી. અવાર-નવાર સોશિયલ મીડિયામાં પતંગ ઉડાવવાના ઘણાં વીડિયો પણ વાયરલ થતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય જોયુ છે કે કોઈ વ્યક્તિ પતંગની સાથે હવામાં પહોંચી ગયો હોય.

ADVERTISEMENT

  • પતંગ ઉડાવવાના ઘણા વીડિયો વાયરલ થયા
  • આ વ્યક્તિ પંતગ સાથે હવામાં ઉડી ગયો
  • આ વ્યક્તિ હવામાં દોરીને પકડીને લટકી ગયો

પંતગ ઉડાવતો શખ્સ હવામાં પહોંચી ગયો

તાજેતરમાં આવો એક મામલો સામે આવ્યો છે. જ્યાં પતંગ ઉડાવી રહેલો શખ્સ અચાનક આકાશમાં પહોંચી ગયો અને પતંગની દોરી પકડીને થોડો સમય સુધી તે હવામાં ઝૂલતો રહ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના શ્રીલંકાના જાફનાની છે. આ ઘટના તે સમયની છે. જ્યારે ત્યાંના એક વિસ્તારમાં પતંગબાજીની પ્રત્યોગિતા ચાલી રહી હતી. બસ આ દરમ્યાન આ ઘટના બની છે. આ વ્યક્તિ પોતાની ટીમના બાકીના સભ્યોની સાથે એક પતંગની દોરીને પકડીને ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે હવામાં 30 ફૂટ ઉપર પહોંચી ગયો. જેને જોઈને તેના મિત્રો હેરાન થઇ ગયા. હકીકતમાં પતંગ એટલો ભારે હતો કે તે શખ્સ હવામાં ઉપર જઇ રહ્યો હતો અને દોરીને પકડીને લટકી રહ્યો હતો.

આ વ્યક્તિને વધુ ઈજા થઈ

આ ખતરનાક નજારાને જોઈને તેના મિત્રો બૂમો પાડવા લાગ્યા કે દોરીને છોડી દે નહીં તો પતંગ વધુ ઉપર જતી રહેશે. જેવો પતંગ થોડો નીચે આવ્યો આ શખ્સે દોરી છોડી દીધી અને જમીન પર આવીને પડ્યો. જેના કારણે આ વ્યક્તિને વધુ ઈજા થઇ. બસ આનંદ એ વાતનો છે કે યુવકનો જીવ બચી ગયો. લોકોનું કહેવુ છે કે આ શખ્સ પોતાના મિત્રોની સાથે એક મોટો પતંગ ઉડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ જેવો પતંગ હવામાં ઉડ્યો બધાએ તેને છોડી દીધો. પરંતુ આ વ્યક્તિએ પતંગને પકડી રાખ્યો. પતંગ હવામાં ઉડવા લાગ્યો અને એકસમયે તો આ વ્યક્તિ જમીનથી ઓછામાં ઓછા 30 ફૂટ ઉપર હવામાં લટકી ગયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Giant Kite Kite Festival viral video kite festival

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ