બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Mamta banerjee planning for 2024 elections, supporting congress and regional parties to defeat Modi Government

રાજનીતિ / એક હાથે લો અને એક હાથે આપો..! મમતા બેનર્જીએ તૈયાર કર્યો 2024નો રોડમેપ, કોંગ્રેસના સમર્થન માટે આટલી બેઠકો તોલી

Vaidehi

Last Updated: 07:22 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મમતા બેનર્જીએ કહ્યું કે TMCએ રાજ્યોમાં કોંગ્રેસનું સમર્થન કરવા તૈયાર છે જ્યાં તે મજબૂત છે પરંતુ કોંગ્રેસે બંગાળ જેવા રાજ્યોમાં TMCની મદદ કરવી પડશે.

  • મમતા બેનર્જી એકાએક આવી કોંગ્રેસનાં સમર્થનમાં
  • TMC કોંગ્રેસની મદદ કરશે- મમતા બેનર્જી
  • ક્ષેત્રિય પાર્ટીને મોકો આપવા કરી વાત

દેશમાં 2024ની લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષનાં નેતાઓ એન્ટી-મોદી પ્લાન તૈયાર કરી રહ્યાં છે ત્યારે મમતા બેનર્જી એકાએક કોંગ્રેસની તરફેણમાં આવી છે.કર્ણાટકમાં જીત મેળવ્યાં બાદ હવે મમતા બેનર્જી કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે TMC એ રાજ્યોમાં કોંગ્રેસનું સમર્થન કરવા તૈયાર છે જ્યાં તે મજબૂત છે. આ સિવાય મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસે બંગાળ જેવા રાજ્યોમાં TMCની મદદ કરવી પડશે.

'જ્યાં ક્ષેત્રીય પાર્ટી મજબૂત છે ત્યાં ભાજપ નથી લડી શકતી'
TMC પ્રમુખ મમતા બેનર્જી 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ચૂંટણીનાં ફોર્મ્યુલા તૈયાર કરવા માટે તે તમામ વિપક્ષી દળો સાથે વાતચીત પણ કરી રહી છે. રાજ્ય સચિવાલય નબન્નામાં એક પ્રેસ કોન્ફેરેન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે,' હું કોઈ જાદુગર નથી કે નથી કોઈ જ્યોતિષી. હું ન કહી શકુ કે ભવિષ્યમાં શું થશે. પરંતુ હું તમને એક વાત જણાવી શકું છું કે જ્યાં ક્ષેત્રીય પાર્ટી મજબૂત છે ત્યાં ભાજપ નથી લડી શકતી અને જ્યાં લોકો ઉદાસ છે ત્યાં પણ નથી લડી શકતી. કર્ણાટકમાં નાખવામાં આવેલા વોટ ભાજપ સરકારની વિરુદ્ધમાં જનાદેશ છે.'

ક્ષેત્રિય પાર્ટીને આપો મોકો
તેમણે આગળ જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે, લોકતાંત્રિક અધિકારોની ઉપર બુલડોઝર ચાલી રહ્યાં છે.એટલું જ નહીં પહેલવાનોનું પણ સાંભળવામાં નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં ક્ષેત્રમાં જે પણ મજબૂત હોય તેમણે સાથે મળીને લડવું જોઈએ. માની લ્યો કે બંગાળમાં અમે મજબૂત છીએ તો અમે બંગાળમાં લડશું. દિલ્હીમાં કોંગ્રેસે લડવું જોઈએ. બિહારમાં નીતીશ અને તેજસ્વી સાથે છે અને કોંગ્રેસ પણ.  આવી જ રીતે બીજા રાજ્યોંમાં પણ સાથે મળીને કામ કરવું પડશે.

200 સીટો પર કોંગ્રેસ મજબૂત 
મમતા બેનર્જીએ પોતાનો પ્લાન જણાવતાં કહ્યું કે,' અમે ગણતરી કરી છે કે કોંગ્રેસ 200 સીટો પર મજબૂત છે. તેવામાં જો કોંગ્રેસ કંઈ સારું મેળવવા ઈચ્છે છે તો તેમણે કેટલાક ક્ષેત્રોમાં ત્યાગ પણ કરવો પડશે. માની લ્યો કે યૂપીમાં અખિલેશને પ્રાથમિકતા આપવાની છે તો બેસીને નક્કી કરો. હું એવું નથી કહી રહી કે કોંગ્રેસે ત્યાં ન લડવું જોઈએ પરંતુ આ વાત કરવી જરૂરી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ