બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Mama and Maharaj will get power or Kamal will defeat Kamal Nath government?

રાજનીતિ / મામા અને મહારાજને મળશે સત્તા કે પછી કમળને હરાવી કમલનાથ સરકાર? MPને લઈને 3 સર્વેથી BJP-કોંગ્રેસ બંનેની ઊડી ગઈ ઊંઘ

Priyakant

Last Updated: 11:22 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Political News: રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ત્રણ સર્વે રિપોર્ટ્સ બહાર આવ્યા , બે સર્વે MP એસેમ્બલી માટેતો  એક સર્વે મધ્યપ્રદેશની 29 લોકસભા સીટો માટે

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં
  • અત્યાર સુધીના ત્રણ સર્વેમાંથી બે સર્વેમાં ભાજપની જીત 
  • સર્વે રિપોર્ટમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે ?  

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? લોકો આ પ્રશ્ન પર અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ત્રણ સર્વે રિપોર્ટ્સ બહાર આવ્યા છે. જેમાંથી બે MP એસેમ્બલી માટે છે. જ્યારે એક સર્વે મધ્યપ્રદેશની 29 લોકસભા સીટો માટે છે. સર્વે રિપોર્ટ બાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. 

કમલનાથ (File Photo)

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 2018ની ચૂંટણીમાં જીત મેળવી હતી, પરંતુ કમલનાથની સરકાર વધુ સમય સુધી ચાલી શકી ન હતી. 2020માં શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર રાજ્યના CMબન્યા. હવે બંને પક્ષો રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. આવો જાણીએ સર્વે રિપોર્ટમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે. 

Shivraj Sinh (File Photo)

વિધાનસભાની ચૂંટણીને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે. ચાર મહિના પહેલા રાજ્યમાં ત્રણ અલગ-અલગ સંસ્થાઓએ સર્વે કર્યો હતો. કેટલાક સર્વેમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ત્રણેય સર્વેના અહેવાલો રાજકીય પક્ષો માટે ચોંકાવનારા છે. જોકે બે સર્વેમાં ભાજપ માટે જીત દાવો કરવામાં આવી રહ્યો છે.

ટાઈમ્સ નાઉ નવભારતનું સર્વે શું કહે છે ? 
ટાઈમ્સ નાઉ નવભારતે લોકસભા ચૂંટણી 2024 માટે એક સર્વે હાથ ધર્યો છે. મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે. આ બેઠકો પર લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વે અનુસાર જો હવે લોકસભાની ચૂંટણી યોજાય તો મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો લાગી શકે છે. સર્વે રિપોર્ટ અનુસાર ભાજપ 22 થી 24 સીટો જીતી શકે છે. જ્યારે પાંચથી સાત બેઠક કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર છિંદવાડા લોકસભા સીટ જીતવામાં સફળ રહી હતી. છિંદવાડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથનો ગઢ છે.

એબીપી ન્યૂઝના સર્વે રિપોર્ટ શું છે સ્થિતિ ? 
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ લડાઈ છે. બંને પક્ષો વચ્ચે સીટોનો તફાવત બહુ નથી. આ સર્વે રિપોર્ટના આધારે રાજ્યમાં ફરી એકવાર 2018ની સ્થિતિ સર્જાઈ શકે છે.  2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. બીજી તરફ લોકોએ શિવરાજ સિંહ ચૌહાણને સૌથી વધુ વોટ આપીને મુખ્યમંત્રી બનાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ બીજા નંબર પર છે. માત્ર 12 ટકા લોકો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવા માંગે છે. સર્વે રિપોર્ટના આધારે CM શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

ZEE ન્યૂઝના સર્વેમાં ભાજપને ફાયદો 
ZEE ન્યૂઝે પણ વિધાનસભા ચૂંટણી પહેલા એક સર્વે કર્યો છે. સર્વે મુજબ રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. જોકે સીટોમાં બહુ ફરક નહીં પડે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 119થી 129 બેઠકો મળી શકે છે. સર્વેમાં ભાજપને 45 ટકા વોટ શેર દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસને 94 થી 104 બેઠકો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને 39 ટકા વોટ મળી શકે છે. સાથે જ અપક્ષ ઉમેદવારોને ચારથી નવ બેઠકો મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ