બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Maldives suspends ministers over "derogatory" remarks made against PM Modi's Lakshadweep visit

BIG NEWS / PM મોદી સામે વાંધાજનક ટીપ્પણી કરનાર માલદીવના મંત્રીઓ બરખાસ્ત, મુઈજ્જૂ સરકારે લીધું એક્શન

Published By: Hiralal

Last Updated: 07:27 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંત્રીઓની પીએમ મોદી સામેની વાંધાજનક ટીપ્પણીને માલદીવે ગંભીરતાથી લીધી છે અને પીએમ મોદી સામે બોલનાર બે મંત્રીઓને હાંકી કાઢ્યાં છે.

  • પીએમ મોદી સામેની વાંધાજનક ટીપ્પણીનો મામલો માલદીવે ગંભીરતાથી લીધો 
  • પીએમ મોદી સામે બફાટ કરનાર 3 મંત્રીઓને બરખાસ્ત કર્યાં
  • પીએમ મોદીની મજાક ઉડાવનાર અધિકારીઓને પણ હાંકી કાઢ્યાં 
  • મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીને જોકર અને કઠપૂતળી ગણાવ્યાં હતા 

માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક ટીપ્પણી કરનાર મંત્રીઓ મરિયમ શિઉના અને હસન જિહાનને મંત્રી પદેથી બરખાસ્ત કરી દીધા છે. પીએમ મોદીની મજાક ઉડાવનાર કેટલાક અધિકારીઓને પણ બરખાસ્ત કર્યાં છે. માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઈબ્રાઈમ ખલીલે એક નિવેદન બહાર પાડીને મંત્રીઓ અને અધિકારીઓની બરખાસ્તગીનું એલાન કર્યું હતું. 

કયા કયા મંત્રીઓ બરખાસ્ત 
પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક બોલનાર માલદીવના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનને બરખાસ્ત કરાયા છે. 

માલદીવના બે મંત્રીઓ-અધિકારીઓ શું ટીપ્પણી કરી હતી 
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જોકર' અને 'કઠપૂતળી' ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, "આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?

વધુ વાંચો : માલદીવના મંત્રીએ PM મોદીને કેમ કહ્યાં જોકર-કઠપૂતળી? કેમ થઈ ઈર્ષા, આ રહ્યું મોટું કારણ

મંત્રીઓના નિવેદનો સાથે લેવાદેવા નથી-માલદીવ સરકાર 

પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Maldives minister derogatory comments PM Modi Lakshadweep visit maldives minister controversy PM Modi Lakshadweep visit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ