બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Why did the Maldives minister call PM Modi a clown-puppet? Why jealousy, this is the big reason
ADVERTISEMENT
થોડા દિવસો પહેલા પીએમ મોદી માલદીવને અડીને આવેલા લક્ષદ્વીપ ટાપુની મુલાકાતે ગયાં હતા. મોદીએ આ પ્રસંગની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરો બાદ માલદીવના મંત્રીઓને ખૂબ ઈર્ષા થઈ હતી અને ઈર્ષાને કારણે તેઓ બફાટ કરી બેઠા.
Maldives minister insults PM Modi with ‘clown’, ‘puppet of Israel’ barbs in a now-deleted post after he shares pictures from his Lakshadweep visit https://t.co/uxzdGHvqOz via @OpIndia_com
— Mohamed Shihab (@SmileShihab) January 6, 2024
ADVERTISEMENT
માલદીવના બે મંત્રીઓ-અધિકારીઓ શું ટીપ્પણી કરી હતી
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જોકર' અને 'કઠપૂતળી' ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, "આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?
ADVERTISEMENT
વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ભારે પડ્યું
પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી.
માલદીવના બે મંત્રીઓ-અધિકારીઓ શું ટીપ્પણી કરી હતી
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જોકર' અને 'કઠપૂતળી' ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, "આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.