બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / make-power-bank-using-mobile-battery

NULL / ફટફટા ઘરે જ બનાવો 'પાવરબેંક' માત્ર 2 જ મિનીટની છે Process...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સ્માર્ટફોન મેકર કંપનીઓ ફોનની બેટરીને સતત પાવરફુલ બનાવી રહી છે. સાથે જ એમાં ફાસ્ટ ચાર્જિંગ જેવું ફીચર્સ પણ આપી રહી છે. આ ફીચરની મદદથી ફોન 1 કલાકમાં લગભગ 80% સુધી ચાર્જ થઇ જાય છે. ત્યારબાદ પણ ઘણી વખત એવી પરિસ્થિતિ આવી જાય છે ત્યારે ફોનની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય છે. એવામાં તમે ફોન માટે એક એવી પાવરબેંક બનાવી શકો છો જે ઇમરજન્સીમાં પણ કામ આવશે. 

જૂની બેટરીનો થશે ઉપયોગ
આ પાવરબેંકને બનાવવા માટે તમારે કેટલીક જૂવી બેટરીની જરૂર પડશે. બેટરી જેટલી વધારે હશે પાવરબેંક એટલી પાવરફુલ બનશે. જો બને તો એક જ કંપની એક જ જેવી mah બેટરી હોવી જોઇએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇ બેટરી ફૂલેલી ના હોય. કારણ કે આપણે આ બેટરીથી તૈયાર થયેલી પાવરબેંકને ચાર્જ પણ કરવી પડશે. એવામાં ફૂલેલી બેટરી ગરમ થઇ શકે છે. 

પાવરબેંક બનાવવા આ ચીજોની પડશે જરૂર
ઓછામાં ઓછી 2 ફોનની બેટરી
મિની માઇક્રો કોમ્બિનેશન વાળો USB પોર્ટ
સોલ્ડરિંગ મશીન
વાયર અને ગ્લૂ ગન 

સૌથી પહેલા વાયરને એક છેડાથી થોડી છાલ કાઢી લો ત્યારબાદ એ છેડાથી એક ઇંચ પાછળની તરફ પણ વાયરને કાપી નાંખો. ત્યારબાદ બીજા વાયરને પણ આવી જ રીતે છાલ નિકાળી દો હવે વાયરના બધા તાર એક થઇ જાય એવી રીતે આ બંને વાયરને અલગ અલગ થોડોક ફેરવી લો. 



હવે આ બંને વાયરના કાઢેલી છાલના ભાગ પર સોલ્ડરિંગ મટિરીયલ લગાવીને સોલ્ડ કરી લો. ત્યારબાદ તમારી પાસે જેટલી પણ બેટરી છે એના પ્લસ અને માઇન્સ પોઇન્ટ પર પણ સોલ્ડરિંગ મટિરિયલ લગાવીને સોલ્ડ કરી લો. હવે આ બેટરીને વાયરની સાથે પેરલલ સોલ્ડ કરો. એટલે કે એક વાયર બેટરીના પ્લસ અને બીજા વાયર માઇન્સ પોઇન્ટ સાથે જોડી લો. 

હવે આ બેટરીને આપસમાં ગ્લૂની મદદથી ચોંટાડી દ પરંતુ દરેક બેટરીની વચ્ચે એક સપોર્ટ લગાવો. જેનાથી એક બેટરીથી બીજી હીટ ના થાય. આ સપોર્ટ માટે કાર્ડબોર્ડ યૂઝ કરો. હવે બેટરી પર ગ્લૂની મદદથી મિની માઇક્રો કોમ્બિનેશન વાળા USB પોર્ટ ચોંટાડી દો. આ બાદ પોર્ટના પ્લસ પોઇન્ટ પર બેટરીનો પ્લસ વાળો વાયર અને માઇનસ પોઇન્ટથી માઇનસ વાળો વાયર સોલ્ડ કરી લો. 



તમારી પાવરબેંક તૈયાર થઇ ગઇ છે. એને ફોન ચાર્જકની મદદથી પ્લગ ઇન કરો USB પોર્ટની લાઇટ ચાલુ થવા લાગશે. એટલે કે પાવરબેંક ચાર્જ થવા લાગશે. એને 1 કલાક ચાર્જ કર્યા બાદ ઉપયોગ કરી શકો છો. આ પાવરબેંકની સાઇઝ એટલી નાની છે કે એને તમે પોકેટમાં પણ કેરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ