ન્યૂ દિલ્હીઃ સરકારે આધાર કાર્ડને ખૂબ મહત્વનું સ્થાન આપી દીધું છે. ત્યારે હવે દરેક સરકારી કે પ્રાઇવેટ કામો માટે આધાર ધીરે-ધીરે ફરજિયાત થવા લાગ્યું છે. ત્યારે એવામાં જો આપનું આધાર કાર્ડ નથી બન્યું તો આપે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે બીજી બાજુ આપ આધાર કાર્ડ બનાવવા તો ઇચ્છો છો પરંતુ તેનાં માટે આપની પાસે કોઇ જ ડોક્યુમેન્ટ (ડીએલ રેશનકાર્ડ પાસપોર્ટ અથવા તો વોટર આઇડી કાર્ડ) નથી તો પણ આપ આપનું આધાર કાર્ડ આસાનીથી બનાવી શકો છો.
કોઇ ડોક્યુમેન્ટ ના હોવાંની સ્થિતિમાં આપનાં પરિવારનાં સભ્ય મદદ કરી શકે છે. આને માટે એ જરૂરી છે કે પરિવારનાં મુખ્ય વ્યક્તિનું આધાર બનેલું હોવું જરૂરી છે. જો આવું હોય તો તે પરિવારનાં છૂટાં થયેલાં સભ્યોનું આધાર બનાવવામાં મદદરૂપ થઇ શકે છે. તે પરિવારનાં સભ્યનું એનરોલમેન્ટ કરાવી શકે છે. તેમાં UIDAI કેન્દ્ર આપનાં પરિવારનાં મુખ્ય વ્યક્તિ સાથેનાં રિલેશનશિપનાં ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે.
જો તે પણ સંભવ નથી તો ત્યારે પણ આપને આધાર બનાવવામાં કોઇ જ મુશ્કેલી નહીં થાય. આપ આધાર કેન્દ્ર પર વર્તમાન ઇંટ્રોડ્યુસરની મદદ લઇ શકો છો. રજિસ્ટ્રાર આ ઇંટ્રોડ્યુસરને નોટિફાઇ કરે છે. તેનો આધાર નંબર માન્ય હોય છે.
બીજી બાજુ જો આપનું આધાર કાર્ડ ખોવાઇ જાય છે તો ખૂબ મુશ્કેલીઓનો આપે સામનો કરવો પડે છે. પરંતુ અમે આજે આપને એક એવો વિચાર દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જેની મદદથી આધાર કાર્ડ ખોવાઇ જવા પર પણ આપનું કામ સરળ થઇ જશે.
આને માટે UIDAIએ mAadhaar મોબાઇલ એપ લોન્ચ કરેલ છે. આ એપને આપ આપનાં મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. જ્યાર બાદ આપનો આધાર આપનાં મોબાઇલમાં હશે. જો કે mAadhaar એપને યૂઝ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
જો આપની પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો આપનાં આધાર સેન્ટર જઇને નવો નંબર અપડેટ કરાવવાનો રહેશે. આ એપમાં QR કોડ અને ઇ-KYCનું ફિચર પણ આપવામાં આવેલ છે. કોઇ પણ જગ્યાએ આનો ઉપયોગ આધાર કાર્ડની જેમ કરી શકાય છે.
આ રીતે ડાઉનલોડ કરો mAadhaar:
- Google Play Store પર જાઓ.
- આ એપને ડાઉનલોડ કરો.
- એપને પાસવર્ડથી સુરક્ષિત કરી લો.
- એપ ખોલવા પર આધાર નંબર નાખવાનો રહેશે અને અન્ય જાણકારીઓ પણ ભરવાની રહેશે.
- રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે.
- ઓટીપી નાખ્યાં બાદ આ એપ સંપૂર્ણ રીતે વેરિફાઇ થઇ જશે.
- આપ બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક પણ કરી શકશો.