મકર રાશિના તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિ રાશિ મકરમાં પ્રવેશ કરશે. સૂર્ય અને શનિ વચ્ચેના સંબંધના કારણે આ પર્વનું ખાસ મહત્વ રાખે છે. આ સમયમાં શુક્રનો ઉદય પણ પ્રાયઃ થઇ જાય છે. તેવામાં શુભ અને માંગલિક કાર્યોની શરુઆત થઇ જાય છે. જ્યોતિષીઓનું માનવું છે કે, મકર સંક્રાતિના દિવસે વિશેષ કાર્ય વર્જિત હોય છે તે માટે ઘરમાં આ કાર્ય ક્યારેય પણ ના કરવું જોઇએ.
- મકર સંક્રાતિના દિવસે સવારે ઉઠવાની સાથે જ ભોજન ગ્રહણ ના કરવુ જોઇએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વિશેષ કરીને લોકો ગંગા ઘાટ પર જઇને સ્નાન કરે છે. તેથી સંભવ છે કે સવારે સ્નાન- દાન કર્યા બાદ જ કઇ ગ્રહણ કરો.

- મકર સંક્રાતિના દિવસે ઘરના કોઇપણ સભ્યએ લસણ, ડુંગળી, માંસાહાર અને તામસિક વસ્તુઓનું સેવન ના કરવુ જોઇએ. ઘરની સાત્વિકતા જાળવી રાખવા અને શુદ્ધ આહારનું જ સેવન કરો.
- મકર સંક્રાતિનું તહેવાર પ્રકૃતિની નજીક માનવામાં આવે છે, તે માટે આ દિવસે ઝાડ-પાનને કાપવાની ભૂલ ના કરો. આવી ભૂલથી બધા પુષ્ય નષ્ટ થઇ જાય છે.
- જો મકર સંક્રાતિના દિવસે તમારા ઘરમાં કોઇ સાધુ-સંત, વૃદ્ધ કે કોઇ જરુરિયાતમંદ વ્યક્તિ આવે તો તેની સાથે બિલકુલ દુરવ્યવહાર ના કરો. તે તમારા આંગણા માંથી ખાલી હાથ ના જાય તેનું ધ્યાન રાખો. તમારી યથાશક્તિ અનુસાર, ખાવાની વસ્તુ સાથે થોડુ ધન આપો. આ દિવસે તલ, ગોળ, ઘી , ખાવાની વસ્તુ, ગરમ કપડા અને ધન દાન કરવુ ઉત્તમ માનવામાં આવે છે.

- મકર સંક્રાતિના દિવસે ક્રોધ, કટાક્ષવાળા શબ્દ કે વિવાદથી દૂર રહો. આ દિવસે વાણી પર વિશેષ નિયંત્રણ રાખો. કોઇને અપશબ્દ ના કહો. બધા સાથે પ્રેમ અને મધુર વ્યવહાર રાખો.
- આ દિવસે ઘરમાં દારુ કે કોઇપણ પ્રકારના નશાવાળા પદાર્થનું સેવન બિલકુલ ના કરો. વધારે પડતુ તળેલુ કે મસાલાવાળુ ભોજન ખાવાથી બચો. તલ, મગની દાળની ખિચડી જેવા સાત્વિક ભોજનનું સેવન કરો.