બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mahashivratri Ujjain Mahakaleshwar temple jyotirling secrets and details

મહાશિવરાત્રી સ્પેશિયલ / ઉજ્જૈનમાં કોઈ રાજા કે મંત્રી રાત રોકાવાની હિંમત કેમ કરતા નથી, પૌરાણિક વાયકા અને રહસ્ય ચોંકાવી દેશે

Vaidehi

Last Updated: 10:13 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનમાં દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાના સ્વામી યમરાજજી છે. એવું કહેવાય છે કે જે કોઈ મંદિરમાં આવીને સાચા મનથી ભગવાન શિવની પ્રાર્થના કરે છે, તેને મૃત્યુ પછી મળતી યાતનાઓમાંથી મુક્તિ મળે છે.

  • ઉજ્જૈનનું  દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે રહસ્યમય
  • રાજા રાત્રી રોકાણ કરે છે તો ભોગવવું પડે છે પરિણામ
  • શ્રદ્ધાળુઓમાં શિવજીનું અનેરૂં મહત્વ છે 

આજે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે ત્યારે શિવજીનાં તમામ ભક્તો ભગવાનનાં દર્શન કરવા મંદિરો અને જ્યોતિર્લિંગોમાં ચોક્કસથી જાય છે. મહાશિવરાત્રિ એક એવો તહેવાર છે જે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરી શકે છે. 18 ફેબ્રુઆરી એટલે કે આજે  મહાશિવરાત્રિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. હિંદુ પંચાગ અનુસાર, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.  ત્યારે આવા જ એક અદભૂત જ્યોતિર્લિંગ વિશે જાણીને તમને ઘણો આનંદ થશે. દેશમાં સૌથી ખાસ પૂજા મહાશિવરાત્રિ પર ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગમાં કરવામાં આવે છે. તેમાંથી એક ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે. જેને સૌથી રહસ્યમય માનવામાં આવે છે. 

શા માટે ખાસ છે ઉજ્જૈન?
ઉજ્જૈનને પુણ્ય ભૂમિના નામથી ઓળખવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં છે જેને મહાકાલેશ્વર કહે છે. સાથે જ ઉજ્જૈનમાં હજારો સંત ઋષિ બ્રાહ્મણ તપ કરવા આવે છે.અહીં શુદ્ધ નદી ક્ષિપ્રા અથવા શિપ્રા નદી છે અને દર બાર વર્ષે સિંહસ્થ મહાકુંભ મેળો પણ ભરાય છે. ઉજ્જૈન વિશે એક ખાસ વાત એ છે કે અહીં પર ઓખર સ્મશાન છે જ્યાં શિવજી વાસ હોય છે. ઉજ્જૈનના પ્રાચિન નામ અવન્તિકા, ઉજ્જયની, કનકશ્રન્ગા વગેરે છે. 

ઉજ્જૈનના રાજા  માત્ર મહાકાલ છે
ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય હતા. વિક્રમાદિત્યના રાજા બનવા પહેલા અહીં એક પ્રથા હતી કે જે પણ ઉજ્જૈનના રાજા બનેશે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારબાદ વિક્રમાદિત્યએ આ પ્રથા સમાપ્ત કરી દિધી હતી. વિક્રમાદિત્યએ કહ્યું હતું કે રાજ્યની ગાદી ખાલી હશે તો પણ શાસન તેમના નામે જ ચાલશે. ત્યારથી આજ સુધી આ પ્રથા ચાલુ છે. માન્યતા અનુસાર, ઉજ્જૈનના રાજા માત્ર મહાકાલ છે. જેથી આજે પણ ઉજ્જૈને લઈ એ માન્યતા છે કે જો કોઈ વર્તમાન રાજા રુપી નેતા એટલે કે પ્રધાનમંત્રી અથવા જનપ્રતિનિધિ ઉજ્જૈન શહેરની હદમાં રાત વિતાવવાની હિંમત કરે છે તો તેને ગુનાની સજા ભોગવવી પડે છે. આખરે કેમ કોઈ રાજા ઉજ્જૈનમાં રહેતા નથી. 

આ છે મહાકાલેશ્વર મંદિરનું ખાસ રહસ્ય
ભક્તો માને છે કે મહાકાલથી મોટો કોઈ શાસક નથી. જ્યાં મહાકાલ રાજાના રૂપમાં બિરાજમાન છે, ત્યાં બીજો કોઈ રાજા હોઈ શકે નહીં. જે ક્ષણથી મહાકાલ ઉજ્જૈનમાં વસવાટ કર્યો, ત્યારથી આજ સુધી ઉજ્જૈનનો બીજો કોઈ રાજા થયો નથી. ઉજ્જૈનનો એક જ શાસક છે, અને તે છે ભગવાન મહાકાલ. પૌરાણિક કથાઓ અનુસાર, ઉજ્જૈનમાં કોઈ રાજા રાત્રિ રોકાણ કરતા નથી. કારણ કે આજે પણ બાબા મહાકાલ ઉજ્જૈનના રાજા છે. જો કોઈ રાજા કે મંત્રી રાત્રે અહીં રોકાય તો તેને સજા ભોગવવી પડે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે ખાસ 
ભારતને હંમેશા ઋષિઓનો દેશ કહેવામાં આવે છે. તેમણે જે પણ વસ્તુઓ બનાવી અથવા સ્થાપિત કરી તે તમામ વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ છે. તેને ઐતિહાસિક પણ માનવામાં આવે છે. શિવ મંદિરમાં જોડાવું પણ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

મહાકાલ મંદિર દક્ષિણમુખી કેમ છે?
દક્ષિણ દિશા મૃત્યુનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે આકાશમાં તારક લિંગ, પાતાળમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વરથી વધીને અન્ય કોઈ જ્યોતિર્લિંગ નથી. એટલે મહાકાલેશ્વરને પૃથ્વીના અધિપતિ પણ માનવામાં આવે છે. ઉજ્જૈનમાં દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાના સ્વામી યમરાજજી છે. એવું કહેવાય છે કે જે કોઈ મંદિરમાં આવીને સાચા મનથી ભગવાન શિવની પ્રાર્થના કરે છે, તેને મૃત્યુ પછી મળતી યાતનાઓમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે અહીં આવીને ભગવાન શિવના દર્શન કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે અને વ્યક્તિને સીધો મોક્ષ મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Mahakaleshwar Jyotirlinga Mahashivratri 2023 ujjain mahakal temple ઉજ્જૈન મહાકાલેશ્વર જયોતિર્લિંગ રહસ્યમય Mahashivratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ