ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રીને લઈને ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસની મધ્યરાત્રીએ જ ભગવાન શંકરનું અવતરણ થયું હતું. એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરી પોતાની ત્રીજી નેત્ર ખોલી હતી અને બ્રહ્માંડને આ નેત્રની જ્વાલાથી સમાપ્ત કર્યું હતું. આજ પાવન રાત્રીએ ભગવાન શિવે સંરક્ષણ અને વિનાશનું સર્જન કર્યું હતું. માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ વિવાબ સંપન્ન થયા હતા.
ADVERTISEMENT

શિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભોલેનાથની ઉપાસના?
મહાશિવરાત્રીના દિવસે સાંજે સ્નાન કરીને શિવ પૂજાનો સંકલ્પ લો. શિવજીને જળ અર્પિત કરો. પંચોપચાર પૂજન કરીને શિવજીના મંત્રોનો જાપ કરો. રાત્રે શિવ મંત્રો ઉપરાંત રૂદ્રાષ્ટક કે શિવ સ્તુતિનો પાઠ પણ કરી શકો છો. જો ચાર પહેર પૂજન કરો છો તો પહેલા પ્રહરમાં દૂધ, બીજામાં દહીં, ત્રીજામાં ઘી અને ચોથામાં મધથી પૂજન કરો.
ADVERTISEMENT
આ પ્રહરમાં જળનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર હરેક શિવલિંગમાં વિદ્યમાન થાય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT
વિવાહ સંબંધિત ઉપાય
પીળા વસ્ત્ર ધારણ કરીને શિવ પૂજન કરો. પોતાની ઉંમર બરાબર બિલિપત્ર લો. શિવલિંગ પર એક એક કરીને બિલિપત્ર અર્પિત કરો. દરેક બિલિપત્રની સાથે 'નમઃ શિવાય' બોલો. જલ્દી વિવાહની પ્રાર્થના કરો.
ધનની પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
દૂધ, દહીં, મધ, સાકર અને ઘીથી ભગવાન શિવનો અભિષેક કરો. ત્યાર બાદ જળ ધારા અર્પિત કરો. પછી ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. આ ચમત્કારી ઉપાયથી ધનની આવક વધશે.
ADVERTISEMENT
શિક્ષા અને એકાગ્રતા માટે ઉપાય
શિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ મિક્સ કરીને જલ અર્પિત કરો. જળમાં અત્યંત અલ્પ માત્રા દૂધની મિક્સ કરો. તેની ધાર સતત શિવલિંગ પર પાડતા રહો. તે સમયે "શિવ-શિવ" કહેતા જાઓ. શિવલિંગથી સ્પર્શ કરીને પાંચ-મુખી રૂદ્રાક્ષ ધારણ કરો.

ADVERTISEMENT
વધુ વાંચો: 11 વર્ષ બાદ બની રહ્યો છે મહાશિવરાત્રી પર આ ખાસ યોગ, જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
શિવરાત્રી પર શું સાવધાની રાખી શકાય?
મહાશિવરાત્રી પર બિનજરૂરી વસ્તુઓની બર્બાદી ન કરો. કોઈ પણ ઉપાય કર્યા બાદ નિર્ધનોને કંઈકને કંઈક દાન જરૂર કરો. ભગવાન શિવને હળદર, કંકુ કે સિંદૂર અર્પિત નથી કરવામાં આવતું. આ વાતનું ખાસ ધ્યાન રાખો. શિવલિંગ પર સિંદૂર કે કંકુની જગ્યા પર તમે ચંદનને અર્પિત કરી શકો છો. શિવલિંગ પર શંખથી જળ ન ચડાવો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો