આજે મહાશિવરાત્રીનો પર્વ દેશમાં ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રી શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે કારણ કે 11 વર્ષ બાદ શિવયોગ બની રહ્યો છે. તેના ઉપરાંત પ્રદોષ વ્રતનો લાભ પણ ભક્તોને મળવાનો છે. આટલું જ નહીં આજે પરમસિદ્ધ યોગ પણ બની રહ્યો છે. એવામાં આજે ભોલેબાબાની પૂજા અર્ચના કરવા અને ઉપવાસ કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થવાની સાથે જ જીવનના બધા કષ્ટ પણ દૂર થશે.

મહાશિવરાત્રી 2024 ચાર પ્રહર મુહૂર્ત
- પ્રથમ પ્રહરની પૂજાનો સમય- 8 માર્ચ સાંજે 6.25 વાગ્યાથી રાત્રે 9.28 વાગ્યા સુધી
- બીજા પ્રહરની પૂજાનો સમય- રાત્રે 9.28થી 9 માર્ચ મધ્ય રાત્રી 12.31 વાગ્યા સુધી
- ત્રીજા પ્રહરની પૂજાનો સમય- 9 માર્ચ મધ્ય રાત્રી 12.31 વાગ્યાથી સવારે 3.34 વાગ્યા સુધી
- ચોથા પ્રહરની પૂજાનો સમય- 9 માર્ચે સવારે 3.34 વાગ્યાથી સવારે 6.37 વાગ્યા સુધી
વધુ વાંચો: શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું એટલે કૈયલ ગામનું માં મેલડી ધામ, જ્યાં માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી આવે છે ભક્તો

મહાશિવરાત્રીની પૂજા વિધિ
- મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સારા કપડા પહેરી લો.
- ત્યાર બાદ ભગવાન શિવનું સ્મરણ કરી શિવરાત્રી વ્રતનો સંકલ્પ લો. ત્યાર બાદ ભગવાન શિવ અને માતા પાર્વત્રીના મંત્રોનો જાપ કરો.
- શિવરાત્રીની પૂજામાં શેરડીનો રસ, કાચુ દૂધ, ઘી, દહીં, ગંગાજળ, ધતૂરો, બિલિપત્ર, ભાંગ, ધૂપ, પાનના પત્તા અને દીવા સહિત ફળ વગેરે સામગ્રી શામેલ કરવામાં આવે છે.
- મહાશિવરાત્રી પર શિવલિંગ પર દૂધ કે પાણીથી અભિષેક કરવામાં આવે છે. આ દૂધ કે પાણીમાં થોડા ટીંપા મધ પણ નાખી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો