બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana near Nandasan Kaiyal village Bhagwati Sri Meldi Mataji Temple

દેવ દર્શન / શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું એટલે કૈયલ ગામનું માં મેલડી ધામ, જ્યાં માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી આવે છે ભક્તો

Dinesh

Last Updated: 07:40 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા કૈયલ ગામની પવિત્ર ધરા ઉપર ભગવતી શ્રી મેલડી માતાજી બિરાજમાન છે

ગરવી ગૌરવવંતી ગુજરાતની ધરતીના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું વસ્તીની દ્રષ્ટિએ સીમિત પરંતુ શ્રધ્ધાની દ્વષ્ટિએ અસીમિત ધામ એટલે ભગવતી શ્રી મેલડી માં ધામ કૈયલ. મેલડી માતાજીનુ મંદિર અમદાવાદથી પાંત્રીસ અને નંદાસણથી પચ્ચીસ કિલોમીટરના અંતરે કૈયલ ગામે આવેલુ છે. દેશ વિદેશથી માતાજીના ભક્તો મંદિરે દર્શને આવે છે અને માતાજી સદાય તેમના પર આશીર્વાદ વરસાવે છે. 

મહેસાણાના કૈયલ ગામે ભગવતી શ્રી મેલડી માં બિરાજમાન
અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા કૈયલ ગામની પવિત્ર ધરા ઉપર ભગવતી શ્રી મેલડી માતાજી બિરાજમાન છે. અમદાવાદ થી 35 કિલોમીટર અને નંદાસણ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું ભગવતી શ્રી મેલડી માતાજીનું મંદિર એટલે ભગવતી શ્રી મેલડી માં ધામ શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું, ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર અને પ્રવાસીઓ માટે પવિત્ર યાત્રાધામ છે. મેલડી માં ધામમાં ભગવતી મેલડી માતાજી મંદિરના ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર ખુબજ ભાવથી ભગવતી મેલડી માતાજી સૌમ્ય સ્વરૂપે બિરાજમાન છે. અષ્ટભૂજાધારી, અજવાહિની ભગવતી શ્રી મેલડી માતાજીની પ્રતિમા અપ્રતિમ, અપૂર્વ અને અલૌકિક છે. માતાજીની દિવ્ય પ્રતિમાના દર્શન થતાં જ પરમ શાંતિનો સાક્ષાત્કાર થાય છે.

મંદિરમાં ચાલતા સત્સંગમાં જોડાઈ ભાવિકો ધન્ય 
સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો માતાજીના દર્શને આવી મંદિરમાં ચાલતા સત્સંગમાં ભક્તિ ભાવ સાથે જોડાઈ ધન્ય થાય છે અને ઘણા શ્રદ્ધાળુઓ વિદેશથી જ્યારે પણ સ્વદેશ આવે ત્યારે પોતાની અતૂટ આસ્થા સાથે માતાજીના દર્શન કરવાનુ અને સત્સંગમાં જોડાવાનુ ક્યારેય ચુકતા નથી. ભગવતી શ્રી મેલડી માતાજી મંદિર એટલે શ્રી મેલડી ધામમાં ભક્તો ખૂબ આસ્થા ધરાવે છે. મંદિરમાં રવિવાર, મંગળવાર સહિત પૂનમના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. જેમના માટે મંદિર તરફથી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. માતાજીના મંદિરે આવતા ભાવિક ભક્તોને લાડુ ગાંઠીયા દાળ ભાત શાક રોટલીનો પ્રસાદ ભોજન સ્વરૂપે પીરસવામાં આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો વર્ષોથી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અને જો કોઈ વાર મંદિરે ના આવી શકાય તો તે બેચેનીનો અહેસાસ કરે છે. 

વાંચવા જેવું: અમદાવાદમાં આવેલું છે બાળકોના રોગ દૂર કરતું મંદિર, માનતા ભૂલ્યા તો મોંમા જુતાનો હાર રાખવાથી મળે છે માફી

શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું મેલડી મા ધામ
ભગવતી શ્રી મેલડી ધામ દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું બહુમાન, નેત્ર નિદાન કેમ્પ, તહેવારોમાં દીકરીઓને ભેટ, દરેક સમાજને શિક્ષિત કરવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે જાગૃતિ અને સુંદર ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન મંદિરે કરવામાં આવે છે. નંદાસણથી કૈયલ જવાના રસ્તા ઉપર આવેલા ભગવતી શ્રી મેલડી ધામમાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમજ મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે. સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો મેલડીધામમાં દર્શન માટે આવી ધન્યતા અનુભવે છે. શ્રદ્ધાળુઓ પોતાની નોકરી ધંધો તેમજ તેમના સમાજીક પ્રશ્નોના ઉકેલ માટે તેમજ નિઃસંતાન દંપતી બાળક માટે માનતા રાખે છે અને માતાજી તેમના પર સદાય આશીર્વાદ વરસાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ