બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / There is a temple in Ahmedabad that cures children's diseases, if you forget to believe, you get forgiveness by keeping a shoe necklace in your mouth

દેવ દર્શન / અમદાવાદમાં આવેલું છે બાળકોના રોગ દૂર કરતું મંદિર, માનતા ભૂલ્યા તો મોંમા જુતાનો હાર રાખવાથી મળે છે માફી

Vishal Dave

Last Updated: 10:06 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બળિયાદેવના આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે

અમદાવાદના નારોલથી અસલાલી જતા મુખ્ય હાઇવે પર લાંભા ગામ આવેલુ છે. લાંભામાં બળીયાદેવનું ચમત્કારી મંદિર આવેલું છે. બળીયાદેવનું મંદિર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખ્યાતનામ છે..  બળીયાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં આવે છે. મંદિરમાં આવીને ભક્ત સાચા મનથી પ્રાર્થના કરે તો તેની પ્રાર્થના બળિયાદેવ અવશ્ય સાંભળે છે.  બળિયાદેવના આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.  બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે બાળકોને થતા ઓરી અછબડા શીતળા જેવા રોગો બળીયાદેવની માનતા રાખવાથી મટી જતા હોય છે......

 

આ રીતે અહીં પુરી કરવામાં આવે છે માનતા 

ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા બાળકના વજન જેટલા વજનના ગોળ, સાકર, પેંડા કાંટામાં તોલી મંદિરમાં પ્રસાદ અર્પણ કરે છે. અને જો મનોકામના પૂર્ણ થયા બાદ ભૂલી ગયા હોય તે સળગતી સગડી માથે મુકે છે. અને  જુતાનો હાર મોમાં રાખી માફી માંગી ને પોતાની માનતા પૂર્ણ કરે છે.......

આ દિવસોએ અહીં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર 

જો બાળકને મોટી બીમારી હોય તો કુકડા અને ઘેટા, બકરા માતાજીને રમતા મુકવામાં આવે છે. મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવીને માનતા રાખતા હોય છે..બળિયાદેવના મંદિરમાં સાતમ, મારવાડી સાતમ, દેવીપૂજક સાતમ, અગિયારસ,પુનમ, રવિવાર અને મંગરવારના દિવસે ખુબ મોટી સંખ્યામા ભક્તોનું ઘોડાપુર આવે છે..અહિયાં લોકમેળો પણ યોજાય છે. મોટા ભાગના મંદિરમાં આરતી સવાર અને સાંજ એમ બે વખત ઉતારવામાં આવતી હોય છે પણ આ બળિયાદેવના મંદિરમાં આરતી ચાર વખત ઉતારવામાં આવે છે.. લોકો દુર દુરથી બળિયાદેવના દર્શને આવીને ધન્યતા અનુભવે છે...

મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા 

મંદિર વિષે એક એવી માન્યતા છે કે ઘરે થી ભોજન લાવીને મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.. જે  ભક્તો ઘરેથી ભોજન ના લાવ્યા હોય તો મંદિરની બહાર થેપલા, આથેલા મરચા, છાસ તૈયાર મળે છે. તે લઈ મંદિરમાં ભક્તો શાંતીથી ભોજન કરી શકે તે માટે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે. જ્યાં એક સાથે હજારો લોકો પોતાના પરિવાર સાથે  પ્રસાદી લઈ શકે છે........

બાળકોને રમવા માટે બગીચાની વ્યવસ્થા 

મંદિર તફરથી લોકોને પીવાના પાણી માટે ૧૧ જેટલા પાણીના કુલર પણ મુકવામાં આવ્યા છે. બાળકોને રમવા માટે બગીચાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. મંદિરના દર્શને આવતા ભક્તો પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. બળિયાદેવના મંદિરમાં મુખ્ય પ્રસાદ બુંદીના લાડુ અને ચવાણાનો ચડવામાં આવે છે.  બુંદીના લાડુ અને ચવાણું મહીને એક લાખ કિલો જેટલું બનાવીને ભક્તોને આપવામાં આવે છે. 
 
સાચા મનથી માંગેલી તમામ મનોકામનાઓ અહીં પૂર્ણ થતી હોય છે

આ મંદિર સાથે એક માન્યતા પણ જોડાયેલી છે કે,અહીં લોકો જે કંઈ પણ માંગે છે, તે ભક્તોને જરૂરથી પ્રાપ્ત થાય છે. સાચા મનથી માંગેલી તમામ મનોકામનાઓ અહીં પૂર્ણ થતી હોય છે. જેને લીધે આજે પણ અહીં લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે.

બળિયાદેવના મંદિરમાં આવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરીને ધન્યતા અનુભવે કરે છે. કોરોના મહામારી સમયે બળિયાદેવ મંદિર તરફથી ૨૧ લાખ રૂપિયાના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું,.. પુલવામાં હુમલા સમયે PM રાહત ફંડમાં મંદિર તરફતી રૂપિયા ૬૫ લાખની સહાય કરવામાં આવી હતી.. 

 

આ પણ વાંચોઃ  રુદ્રાક્ષ પહેરતા હોય તો 8 ખાસ નિયમ ગોખી લેજો, શિવજી આપશે ચમત્કારીક ફળ

 

મંદિર તરફથી બાળકોને નોટબુકો પણ રાહત દરે આપવામાં આવે છે. 

મંદિર તરફથી બાળકોને નોટબુકો પણ રાહત દરે આપવામાં આવે છે. જે વિધાર્થી ઓની આથિક સ્થિતિ સારી નથી તેવા ૧૨૦૦ જેટલા વિધાથીઓને બળિયાદેવ મંદિર તરફથી લાંભા ગામમાં આવેલી ગીતા સ્કુલમાં રાહત દરે ભણાવામાં આવે છે. બળિયાદેવ મંદિર તરફથી લાંભા ગામમાં રાહત દરે  એક ચેપી રોગની હોસ્પીટલ પણ ચાલવામાં આવે છે. અને હજારો લોકો આ સેવાનો લાભ લે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ