બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:16 PM, 6 March 2024
આજના સમયમાં લગભગ તમામ વ્યક્તિ તમામ પ્રકારના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માંગે છે. જો તમે રુદ્રાક્ષ પહેરવાનું વિચારી રહ્યા છો, તો તમારે રુદ્રાક્ષ પહેરવાના નિયમ વિશે જાણી લેવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કયા નિયમોનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર હિંદુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિયા હોય છે. આ કારણોસર જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. આ કારમોસર રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે. રુદ્રાક્ષ એકમુખીથી એકવીસ મુખીનો હોય છે અને તમામ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્ત્વ હોય છે. જે વ્યક્તિ નિયમ અને વિધિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરે તેને તમામ સંકટમાંથી છુટકારો મળે છે. કુંડળીમાં ગ્રહની સ્થિતિ પણ યોગ્ય રહે છે.
પૌરાણિક કથા અનુસાર સતી માતાએ અગ્નિમાં પ્રવેશ કરીને દેહત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન શિવ રડી પડ્યા હતા અને પૃથ્વી પર અનેક જગ્યાએ તેમના આંસુ સરી પડ્યા હતા. જેથી પ્રકૃતિને આ આંસુ રુદ્રાક્ષ તરીકે પ્રાપ્ત થયા હતા. માનવામાં આવે છે કે. નિયમ અનુસાર રુદ્રાક્ષ પહેરવાથી તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.
ADVERTISEMENT
રુદ્રાક્ષ પહેરવાના નિયમ
ADVERTISEMENT
વધુ વાંચો: આજે વિજયા એકાદશી: આ વસ્તુઓનું દાન અપાવશે પ્રચંડ લાભ, નોટ કરી લો લિસ્ટ
આ મંત્રજાપ કરવો
રુદ્રાક્ષ પહેરતા પહેલા શુદ્ધ અને પવિત્ર કરવો જરૂરી છે. સોમવાર, મહાશિવરાત્રી અથવા શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. ચાંદી અથવા તાંબાની વાટકીમાં દૂધ, દહીં, મધ, ઘી તથા સાકર લો. આ મિશ્રણમાં રુદ્રાક્ષ સ્વચ્છ કરી દો. સ્નાન કર્યા પછી રુદ્રાક્ષ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્વચ્છ કરીને લાલ કપડાં પર મુકી દો. હવે ગાયના ઘીનો દીવો કરીને ।। ॐ नमः शिवाय, या ॐ हूं नमः ।। મંત્રનો 501 અથવા 1,100 વાર જાપ કરો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.