ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Maharashtra: Mumbai Police Rescue Newborn From Drain After Cats Alert Residents

અવિશ્વનિય / PHOTOS: મુંબઈના ગરનાળામાં વહી રહ્યું હતું નવજાત બાળક, બિલાડીઓએ કર્યું એવું કે બચી ગયો જીવ

Published By: Parth

Last Updated: 11:47 AM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ગટરમાં વહી રહેલા બાળકને બચાવવાની ઘટના સામે આવી છે જેમા બિલાડીઓએ ખૂબ મદદ કરી હતી.

ADVERTISEMENT

  • મુંબઈમાં સામે આવી ચોંકવાનારી ઘટના 
  • ગરનાળામાંથી બચાવાયું નવજાત બાળક 
  • બિલાડીએ શોર મચાવીને આસપાસનાં લોકોને કર્યા એકઠા 

રામ રાખે તેને કોણ ચાખે?
એવું કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે? મુંબઈમાં આ કહેવત સાચી પડી હોય તેવી ઘટના સામે આવી છે. એક નવજાત બાળક માટે બિલાડીઓ જાણે દેવદૂત બનીને આવી અને તે બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં મુંબઈ પોલીસે પણ સારું કામ કરતાં સોશ્યલ મીડિયામાં વખાણ કરવામાં આવી રહ્યા છે. 

સોશ્યલ મીડિયામાં લોકોએ કર્યા વખાણ 
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પંતનગર પાસે એક ગરનાળામાં એક નવજાત બાળક મળી આવ્યું છે અને બાળકનો જીવ બચાવવા માટે સોશ્યલ મીડિયામાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. 

બિલાડીઓએ કઈ રીતે બચાવ્યો જીવ 
નોંધનીય છે કે તે બાળક ગરનાળામાં કઈ રીતે પડ્યું તેની કોઈ જાણકારી નથી, તે બાળકને કોઈ ત્યાં ફેંકી ગયું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે પરંતુ બાળકનો જીવ બચાવવામાં બિલાડીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. ગટરમાં બાળકને પડેલું જોઈને બિલાડીઓએ જોરજોરથી અવાજ કર્યો જે બાદ લોકોની નજર બાળક પર પડી અને તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેનો હીવ બચાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે જો બિલાડીએ હંગામો ન મચાવ્યો હોત તો કદાચ તે બાળકનો જીવ બચ્યો જ ન હોત. 

બાળક હાલ સુરક્ષિત છે 
મુંબઈ પોલીસ ત્યાં પહોંચી અને તરત જ બાળકને રેકસયૂ કરીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ બાળક સુરક્ષિત છે અને સારવાર કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cats Mumbai mumbai police newborn mumbai Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ