બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Maharashtra latur farmer become crorepati by coriander farming also buy a house and SUV lbsa

અન્નદાતાનું નસીબ / કોથમીર વેચીને કમાયો 25 લાખ, ખરીદ્યું મોંઘું ઘર-ગાડી, એક પાકની ખેતી માથે પડતાં થયો 'ચમત્કાર'

Hiralal

Last Updated: 10:13 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના લાતુરના એક ખેડૂતે લીલા ધાણાની ખેતી કરીને 25 લાખથી વધુની કમાણી કરી છે.

  • મહારાષ્ટ્રના લાતુરના ખેડૂત લીલા ધાણાની ખેતીથી થયા માલામાલ 
  • 25 લાખથી વધુનો થયો ચોખ્ખો નફો
  • દ્રાક્ષની ખેતીમાં ખોટ જતા કોથમીર તરફ વળ્યાં

કમાવાની તાકાત હોય અને નસીબ સાથ આપે તો કોઈનું પણ ભાગ્ય ચમકી જાય છે અને તેમાંય અન્નદાતાઓ તો જમીન ફાડીને સોનું ઉગાડી જાણે તેવા મક્કમ મનોબળવાળા છે. અહીં વાત કરવી છે મહારાષ્ટ્રના લાતુરના એક ખેડૂતની, જેમણે લીલા ધાણા વેચીને એક વર્ષમાં 25 લાખથી વધુની કમાણી કરી. 

એક વર્ષમાં 25 લાખથી વધુ કમાયા 
ધાણા વેચીને માલામાલ થનાર ખેડૂતનું નામ રમેશ વિઠ્ઠલરાવ છે. પહેલા તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા. તેઓ આમાંથી આટલી કમાણી કરી રહ્યા ન હતા. આવી સ્થિતિમાં તેમણે 4 વર્ષ પહેલા પરંપરાગત પાકોની ખેતી છોડી દીધી હતી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ધાણાની ખેતી શરૂ કરી હતી અને તેમને આ ખેતી ફળી ગઈ અને એક જ વર્ષમાં  27 લાખથી વધુની કમાણી કરી લીધી.  આ વર્ષે રમેશભાઈએ આલીશાન ઘર બનાવ્યું છે અને મોંઘી ગાડી પણ લીધી છે. 

5 એકર જમીનમાં ધાણાની ખેતી 
રમેશ વિઠ્ઠલરાવ છેલ્લા ચાર વર્ષથી 5 એકર જમીનમાં ધાણાની ખેતી કરે છે. તેમનું કહેવું છે કે, અત્યાર સુધીમાં તેમણે કોથમીર વેચીને લાખો રૂપિયાની કમાણી કરી છે. રમેશ વિઠ્ઠલરાવના જણાવ્યા અનુસાર લાતુર જિલ્લો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. અહીં ખૂબ ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિમાં પરંપરાગત પાકની ખેતીથી ખેડૂતોની કમાણી પણ થતી નથી. ઘણી વખત ખેડૂતો ખર્ચ પણ વસૂલ કરી શકતા નથી. તેથી જ મેં કોથમીરની ખેતી કરવાનું નક્કી કર્યું. ખાસ વાત એ છે કે ખેડૂત રમેશે 2019માં ધાણાની ખેતી શરૂ કરી હતી. જો કે 25 એકર જમીન પર કોથમીર વાવવા માટે તેમને માત્ર એક લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. આ રીતે તેમને 27 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો. રમેશભાઈએ 2020માં 16  લાખ, 2021માં 14 લાખ, 2022માં 13 લાખના ધાણા વેચ્યાં હતા. ધાણાની ખેતી શરૂ કરતા પહેલા રમેશે 2015માં 3 એકર જમીનમાં દ્રાક્ષનું વાવેતર કર્યું હતું પરંતુ દ્રાક્ષની ખેતી માથે પડી હતી આથી તેમણે ધાણાની ખેતી કરવાનો વિચાર આવ્યો અને પહેલા જ વર્ષે તેમને 27 લાખની માતબર કમાણી થઈ આથી ઉત્સાહિત થઈને તેમણે આલિશાન ઘર બનાવ્યું અને મોંઘી ગાડી પણ લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ