ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ચિંતા વ્યક્ત કરી કે જો ત્રીજી લહેર આવે છે તો 80 લાખ લોકો સંક્રમિત થવાની સંભાવના છે.
Mumbai reports 10,860 fresh infections of COVID19 & 2 deaths; Active cases 47,476 pic.twitter.com/WGfQpt2KaE
— ANI (@ANI) January 4, 2022
ADVERTISEMENT
મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ
ADVERTISEMENT
મુંબઈમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસ આંખ ઉઘાડવા પૂરતા છે. 24 કલાકમાં કોરોનાના નવા 10860 કેસ આવ્યાં છે. મુંબઈમાં એક્વિટ કેસની સંખ્યા 47476 થઈ છે.

ADVERTISEMENT
દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન-મુંબઈના મેયરની સ્પસ્ટતા
મુંબઈમાં પણ કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે અને હવે લોકડાઉનની ચર્ચા છે ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સ્પસ્ટ કરી દીધું છે કે જો મુંબઈમાં દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન લાગુ પાડી દઈશુ.
ADVERTISEMENT
દિલ્હીમાં કોરોનાના નવા 5481 કેસ
દિલ્હીમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. મંગળવારે પણ દિલ્હીમાં કોરોનાના નવા 5481 કેસ આવ્યાં હતા. રાજ્યમાં સંક્રમણ દર હવે 8.37 ટકા સુધી પહોંચી ગયો છે. આ જીવલેણ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે. સાથે જ 1575 દર્દીઓ પણ સાજા થઈ ગયા છે. રાજ્યની હોસ્પિટલોમાં ૫૩૧ દર્દીઓ દાખલ છે.
ADVERTISEMENT
દિલ્હીમાં લોકડાઉનનો સરકારનો ઈરાદો નથી-હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન
દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને એવું જણાવ્યું કે દિલ્હીમાં કેસ વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા છે તેમ છતાં પણ સરકારનો લોકડાઉનનો કોઈ વિચાર નથી.
કર્ણાટકમાં ત્રીજી લહેર!
આપને દઈએ કે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે મંગળવારે જ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોવિડ ચેપનો દર 0.4 ટકાથી વધીને 1.6 ટકા થયો છે. છેલ્લા 6 મહિનામાં કેસ 0.1 ટકા પણ ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો