Maharashtra Government Has Extended Lockdown Guidelines Till First June
તાળાબંધી /
મહારાષ્ટ્રમાં ફરી લંબાયું લૉકડાઉન : આ તારીખ સુધી પ્રતિબંધ લાગુ, રાજ્યમાં પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ જરૂરી
Team VTV01:08 PM, 13 May 21
| Updated: 01:24 PM, 13 May 21
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લાગુ કોરોના વાયરસના પ્રતિબંધોને પહેલી જૂન સુધી લંબાવ્યા, કોરોના વાયરસ ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વિના રાજ્યમાં એન્ટ્રી નહીં
મહારાષ્ટ્રમાં લંબાવાયું લોકડાઉન
મહારાષ્ટ્રમાં 1 જૂન સુધી લંબાવાયું લોકડાઉન
કોરોનાના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રમાં 1 જૂન સુધી લંબાવાયું લોકડાઉન
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસ મહામારી કોહરામ મચાવી રહી છે. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે મોટા ભાગના રાજ્યોમાં સરકારો દ્વારા લૉકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં લાગુ કોરોના વાયરસના પ્રતિબંધોને ફરી લંબાવી દીધા છે.
મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ નેગેટીવ હોવો ફરજિયાત
કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં મહારાષ્ટ્ર સરકારે આગામી પહેલી જૂન સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. સરકાર તરફથી આજે આ મુદ્દે આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં જૂના કેટલાક નિયમોમાં નવા પ્રતિબંધો પણ ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પ્રવેશ થવા માટે હવેથી RTPCR નેગેટિવ રિપોર્ટ હોવી અનિવાર્ય રહેશે. પ્રવેશ પહેલાના 48 કલાકનો રિપોર્ટ જ માન્ય ગણવામાં આવશે. હાલમાં મહારાષ્ટ્રમાં જે કડક પ્રતિબંધો છે તે બધા હવે પહેલી જૂન સુધી લાગુ રહેશે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારત માર્ચ મહિનાની શરૂઆતથી જ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા ઘણા દિવસથી સાડા ત્રણ લાખથી ચાર લાખ દૈનિક કેસ દેશમાં સામે આવી રહ્યા છે ત્યારે આજે કોરોના વાયરસના નવા 3,62,727 કેસ નોંધાયા છે. જ્યારે 3,52,181 થયા ડિસ્ચાર્જ થયા છે અને એક દિવસમાં 4,120 દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.