ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / maharashtra building collapsed in govandi area of mumbai

મુંબઈ / મહારાષ્ટ્રમાં મેઘ 'કહેર' : શિવાજીનગરમાં મોટી હોનારત, ઈમારત ધરાશાયી થતાં 3 લોકોના મોત

Published By: Kavan

Last Updated: 10:38 AM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના શિવાજી નગરમાં એક મોટી હોનારત થયો છે.

ADVERTISEMENT

  • મુંબઈમાં ફરી દુર્ઘટના
  • શિવાજીનગરના ગોવંડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી
  • 3 લોકોના મૃત્યુ, 7 લોકો ઘાયલ

એક મકાન ધરાશાયી થતાં 3 લોકોનાં મોત અને 10 લોકો ઘાયલ થયા છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શિવાજી નગરના ગોવંડી વિસ્તારમાં એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગમાં 13 લોકો રહેતા હતા. ઘાયલ થયેલા 10 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું મનાય છે.

ઈમારત જૂની હોવાનું આવ્યું સામે 

જોકે આજે મુંબઈમાં વરસાદ પડી રહ્યો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસ્તી છે. કેટલાક સ્થળોએ, લોકોએ અહીં બે માળના મકાનો બનાવ્યા છે.

રાયગઢમાં ભૂસ્ખલનથી 5 લોકોના મોત 

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે હાહાકારની સ્થિતિ છે. મુંબઈમાં પણ લોકો ભારે વરસાદના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે રાજ્યના રાયગઢમાં ભૂસ્ખલનની ચાર ઘટનાઓ સામે આવી છે. જેના કારણે રસ્તા જામ થઈ ગયા. આ ઘટનામાં સ્થાનીક પોલીસે 15 લોકોને બચાવ્યા જ્યારે ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. આ વચ્ચે 5 લોકોના મોતની ખબર આવી રહી છે. આ વરસાદથી તલાઈ ગામ સુધી જતા રસ્તા વહી ગઈ છે. રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચોધરીએ આ જાણકારી આપી છે. 

હવામાન વિભાગનું એલર્ટ 

ભારત હવામાન વિભાગે શુક્રવાર માટે મુંબઈને ઓરેઝ એલર્ટ આપ્યું છે. અહીં અલગ અલગ સ્થાનો પર ભારેથી વધુ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત IMDએ આવતા 24 અને 25 જુલાઈએ યલો એલર્ટ જાહેર કર્યું છે. જે અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદનો સંકેત આપે છે. 

rain in maharashtra 30 people trapped in 4 landslides in raigad

કોંકણમાં 6000 લોકો ફસાયા, રેસ્ક્યૂ જાહેર થયું

વરસાદના કારણે સ્થિતિ એવી બગડી છે કે કોંકણ રેલ રૂટ પર સર્વિસ ઠપ થવાના કારણે 6000 યાત્રીઓ ફસાઈ ગયા છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદના કારણે રેલ સર્વિસ બંધ થઈ હતી. આકારણે અહીં યાત્રીઓ ફસાયા છે. અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Mumbai મહારાષ્ટ્ર શિવાજી નગર Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ