ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'પાપી માત્ર હું નહીં મારો ફોન પણ છે..' કહી યુવકે મોબાઈલ સાથે લગાવી ડૂબકી, મહાકુંભનો વીડિયો વાયરલ

VIDEO / 'પાપી માત્ર હું નહીં મારો ફોન પણ છે..' કહી યુવકે મોબાઈલ સાથે લગાવી ડૂબકી, મહાકુંભનો વીડિયો વાયરલ

Last Updated: 11:27 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે સોશિયલ મીડિયા પર એક છોકરાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરાએ સંગમ માં ડૂબકી લગાવ્યા બાદ જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.

ADVERTISEMENT

મહાકુંભ હવે માત્ર થોડા દિવસો સુધી જ ચાલસે. એવામાં જે લોકોએ સ્નાન કરવા ઇચ્છતા હતા અને હજુ સુધી નથી ગયા, તે કોઈ પણ રીતે પ્રયાગરાજ જઈને સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. હજી સુધી મહાકુંભમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. જે લોકો સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, તે મહાકુંભના ભવ્ય આયોજનને પોતાના કેમેરામાં જરૂર કેદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બધા જ વિડીયો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અત્યારે એક છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરાએ સંગમ માં ડૂબકી લગાવ્યા બાદ જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.

છોકરાએ ગંગાજીમાં ફોનને પણ કરાવ્યું સ્નાન  

વિડીયોમાં છોકરો પોતાના મોબાઈલ ફોનને નદીમાં ડૂબાડતો દેખાઈ રહ્યો છે. પોતાના મોબાઈલને પાણીમાં ડૂબાડતા કહી રહ્યો છે કે, "Guys મે મારી સાથે-સાથે મોબાઈલને પણ ગંગાજીમાં સ્નાન કરાવી દીધું. બોલો જય ગંગા મૈયા કી." વિડીયોના ટાઇટલમાં લખ્યું છે, મોબાઈલ પણ ઘણા પાપનો હકદાર છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ @badassbaniya_નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધીમાં હજારો લોકોએ જોયો છે અને લાઇક કર્યો છે.

વધુ વાંચોઃ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના એપિસોડમાં સામેલ તમામ લોકો સામે FIR,મહારાષ્ટ્ર સાયબર સેલે 42 લોકોને મોકલ્યા સમન્સ

વિડીયો પર લોકોએ કોમેન્ટ કરીને આપ્યું રીએક્શન

વિડીયોને પોસ્ટ કરનાર યુઝરનું નામ કૂવર કૌશલ સાહુ છે. જેને વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, 'મોબાઈલ પણ મોક્ષ તરફ!' આ વિડીયો પર બધા લોકોએ કોમેન્ટ કરી છે. જ્યાં એક યુઝરે કોમેન્ટ કરી છે, મહાકુંભમાં આવતા લોકોએ પણ પોતાનો ફોન ગંગામાં ડૂબાડી દેવો જોઈએ. બીજાએ લખ્યું, ડૂબાડીને જુઓ મોબાઈલને હંમેશા માટે મોક્ષ મળી જશે. ત્રીજાએ લખ્યું, ખૂબ સરસ કામ કર્યું ભાઈ, તે પોતાના ક્રોમ બ્રાઉઝરના બધા જ પાપ ધોઈ નાખ્યા. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahakumbh 2025 viral video prayagraj news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ