બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lok Sabha elections, Soma Patel of Surendragarh again resigned from the Congress
Last Updated: 06:22 PM, 11 April 2024
લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. કયાંક પ્રચારના પવનો ફૂંકાઈ રહ્યાં છે તો કયાંક વિરોધના વંટોળ જોવા મળી રહ્યાં છે, તો વળી કયાંક પક્ષપલટાનો ગરમાવો છે. આ બધાની વચ્ચે સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટો ભંગાળ સર્જાયું છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકા પર ઝટકો લાગી રહ્યો હોય તેવું બન્યું છે. પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે.
ADVERTISEMENT
પૂર્વ સાંસદ સોમા પટેલે આપ્યું રાજીનામું
પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે. જે પત્રમાં અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, હું કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર તથા પૂર્વ ધારાસભ્ય લિંબડી મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT
વાંચવા જેવું: ગુજરાત પર માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી
ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણા રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પક તળપદા કોળી મતદાર 3 લાખ 82 હજાર છે તેમજ ચુંવાળિયા કોળી મતદાર 1 લાખ 98 હજાર છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.