બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department has predicted unseasonal rain
Last Updated: 03:04 PM, 11 April 2024
Weather Forecast : રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. નોંધનિય છે કે, એપ્રિલ મહિનો બેસે 10 દિવસ જેટલો સમય થઇ ગયો છે અને હવે ગરમી ધીરે-ધીરે વધી રહી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક સહિત બે લોકોના મોત
હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.