બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Lok Sabha Election 2024 Election Commission's advice to Rahul Gandhi to gives a thoughtful statement

રાજકારણ / સમજી વિચારીને નિવેદન આપે રાહુલ ગાંધી: ઈલેક્શન કમિશને કરી ટકોર, જાણો કારણ

Megha

Last Updated: 08:11 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી કરતાં કહ્યું કે રાહુલ ગાંધી વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો કરવામાં સાવધાની રાખે અને સમજી વિચારીને શબ્દોનો ઉપયોગ કરે.

ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સૂચના આપતા એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં તેમને પોતાના નિવેદનોને લઈને વધુ સાવચેત અને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો પર તેની પ્રતિક્રિયા સહિત તમામ તથ્યોને ધ્યાનમાં લીધા બાદ ચૂંટણી પંચે આ એડવાઈઝરી જારી કરી છે.

ભારતના ચૂંટણી પંચે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો કરવામાં સાવધાની રાખે અને સમજી વિચારીને કંઈક બોલે. અહેવાલ અનુસાર એવું ચૂંટણી પંચનું આ નિવેદન પીએમ મોદી સામે રાહુલ ગાંધીના 'પનોતી' અને 'જેબકતરા' જેવા શબ્દોના ઉપયોગ કર્યા બાદ આવ્યું છે. 

જાણીતું છે કે આ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. જેની નોંધ લેતા ચૂંટણી પંચે 23 નવેમ્બર 2023ના રોજ કારણ બતાવો નોટિસ જારી કરી હતી. હવે આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટના 21 ડિસેમ્બર, 2023ના આદેશને અને આના પર રાહુલ ગાંધીના જવાબને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના નેતાને એડવાઈઝરી જારી કરી છે અને આ દરમિયાન ભવિષ્યમાં કોઈ પણ સંબોધન દરમિયાન એમને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમની પાર્ટીના તમામ સ્તરના પ્રચારકો અને ઉમેદવારોને આ એડવાઈઝરી વિશે જણાવવા કહ્યું છે.

વધુ વાંચો: કન્ફર્મ ! પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી, રાહુલ પણ તેની જુની બે બેઠકો પર

ગયા વર્ષે રાજસ્થાન ચૂંટણી પહેલા એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર 'પનોતી' અને 'જેબકતરા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી લોકોનું ધ્યાન હટાવી રહ્યા છે, જ્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના ખિસ્સા કાપી રહ્યા છે. હવે ચૂંટણી પંચને આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને નોટિસ જારી કરતાં ભવિષ્યમાં તેમના સાર્વજનિક નિવેદનોમાં વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ