બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / lok sabha election 2024 date to be announced on 14 or 15 march polls held in 7 phases

Lok Sabha Election 2024 / આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન, જાણો કેટલા ચરણમાં મતદાન યોજાય તેવી શક્યતા

Arohi

Last Updated: 12:46 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 તબક્કામાં વોટિંગ થઈ શકે છે.

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી અઠવાડિયામાં પહેલા તબક્કા માટે વોટિંગ થઈ શકે છે. 

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા કરી શકે છે. હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીનું આકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ કરશે. બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ જ પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. 

રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક 
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચની ટીમ હાલ પશ્ચિમ બંગાળમાં છે. ત્યાર બાદ ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે. જાણકારી અનુસાર ચૂંટણી અધિકારી 13 માર્ચ સુધી પોતાનો પ્રવાસ કરી લેશે. આ વચ્ચે ઈલેક્શન કમીશન બધા રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની સાથે સતત મીટિંગ કરી રહ્યું છે. 

વધુ વાંચો: અંતે અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા, CR પાટીલના હસ્તે સમર્થકો સહિત વિધિવત રીતે જોડાયા ભાજપમાં

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકનો ઉપયોગ 
ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકનો ઉપયોગ કરી શકે છે. તેના માટે પંચ એક વિભાગ પણ બનાવી શકે છે. જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સુચનાઓ ચિન્હિત કરીને તેને હટાવવાનું કામ કરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ