બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Arjun Modhwadia-Ambarish Der joined BJP with their supporters

Lok Sabha Election 2024 / અંતે અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા, CR પાટીલના હસ્તે સમર્થકો સહિત વિધિવત રીતે જોડાયા ભાજપમાં

Vishal Khamar

Last Updated: 12:24 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ગત રોજ કોંગ્રેસનાં વધુ બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આજે વિધિવત રીતે પોતાનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસના નેતા અંબરીશ ડેર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ગત રોજ થયેલી મુલાકાત બાદ અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.  અંબરીશ ડેરનાં રાજીનામું આપ્યા કોંગ્રેસ પાર્ટી દ્વારા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે અંબરીશ ડેરનાં રાજીનામાનાં થોડાક જ કલાકોમાં અર્જુન મોઢવાડીયાએ પણ રાજીનામું  આપી દેતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે આજે વિધિવત રીતે બંને નેતા પોતાનાં ટેકેદારો ખાતે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે. 

 

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા બંને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ કોંગ્રેસનાં વધુ નેતાઓ ભાજપમાં જોડાય તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કોંગ્રેસ' title='કોંગ્રેસ'>કોંગ્રેસ</a> બોલી- સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા  ક્રમે, અમાનવીય પ્રથા કેમ હજુ યથાવત | Gujarat has the second highest number  of deaths due ...

કોણ છે અંબરિષ ડેર ?
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો. 

શું બોલ્યાં અંબરીશ ડેર 
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે 46 વર્ષીય અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, જ્યારે તે દિવસ આખરે આવ્યો અને આટલું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હું કોઈની ટીકા નથી કરતો. ભગવાન રામનું દરેક વ્યક્તિ દ્વારા સન્માન કરવામાં આવે છે અને એક રાજકીય પક્ષે બધાના આદરનું સન્માન કરવું જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.

અનેક દિગ્ગજ નેતાઓ આજે કેસરિયો કરશે
કોંગ્રેસના દિગજ નેતા અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર કોંગ્રેસ નાં નેતા મુળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમરીશ ડેરની સાથે મુળુ કંડોરિયા કેશરો ધારણ કરશે. જામનગર કોંગ્રેસને પડશે મોટો ઝટકો

વધુ વાંચોઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફરી ઝટકો: આજે પડી વધુ 8 વિકેટો, એકબાદ એક રાજીનામાથી ગુજરાતમાં હડકંપ

અંબરીશ ડેરની સાથે કોણ કોણ જોડાશે

  • જામનગર કોંગ્રેસના મોટા નેતા 'કમલમ્' માર્ગે
  • મુળુભાઈ કંડોરિયા પણ હવે કમલમના માર્ગે
  • જામનગર જિલ્લા કોંગ્રેસને પડશે મોટો ફટકો
  • કોંગ્રેસના દીગજ નેતા મુળુ કંડોરિયા કોંગ્રેસથી ફાડશે છેડો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ