બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 20 રૂપિયામાં 200000 રૂપિયાનો વીમો, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ

તમારા કામનું / માત્ર 20 રૂપિયામાં 200000 રૂપિયાનો વીમો, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ

Last Updated: 11:42 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ મળી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

ભારત સરકાર દેશના નાગરિકો માટે અલગ-અલગ પ્રકારની અનેક યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજનાઓ અમલમાં મૂકે છે. આજના સમયમાં ઈન્શ્યોરન્સ લોકોના જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. ક્યારે લોકોને ઈન્શ્યોરન્સના પૈસાની જરૂર પડી જાય એ કહી શકાતું નથી.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

ઘણા લોકો પાસે ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરી શકાય તેટલા પૈસા નથી હોતાં. એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સરકાર તરફથી ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર 20 રૂપિયામાં જ 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ મળે છે. ચાલો હવે જાણીએ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

insurance-policy

20 રૂપિયામાં 2 લાખનું ઈન્શ્યોરન્સ

ભારત સરકારની પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ અકસ્માત વીમા કવર આપવામાં આવે છે. સરકારની આ યોજના ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર 20 રૂપિયામાં સરકાર 2 લાખનું કવર આપે છે.

આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ જો કોઈ પૉલિસી ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો નોમિનીને પૈસા આપવામાં આવે છે. એટલું જ નહીં, જો પૉલિસી ધારક અક્ષમ બની જાય તો પણ તેને પૈસા આપવામાં આવે છે. નોંધનીય છે કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી નોમિનીને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આંશિક રીતે અક્ષમ થવામાં રૂપિયા 1 લાખ આપવામાં આવે છે. અને જો પૉલિસી ધારક સંપૂર્ણપણે અક્ષમ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયા મળે છે.

દર વર્ષે ભરવો પડે છે પ્રીમિયમ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં દર વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે. વીમા કવરનો સમયગાળો 1 જૂનથી લઈને 31 મે સુધીનો હોય છે. આ યોજના માટે 18થી 70 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે. પોતાનાં બેંક ખાતા દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈને આ યોજના માટે ફોર્મ ભરી શકાય છે. આ યોજના હેઠળ પ્રીમિયમની રકમ બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જાય છે.

વધુ વાંચો: કરોડો સરકારી કર્મચારીઓને ફાયદો! ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં થશે આ મોટા ફેરફાર!

વિશેષ નોંધ લેવા જેવી બાબતો

આ યોજનાનો હેતુ ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂર, ખેડૂત, શ્રમજીવી વર્ગ સુધી ઓછા દરે વીમાની સુવિધા પહોંચાડવાનો છે. એક વ્યક્તિ એક જ વાર PMSBY પ્લાન લઈ શકે છે, ભલે તેનાં ઘણા બેંક ખાતાઓ હોય. જો કોઈ વ્યક્તિ આકસ્મિક મૃત્યુ અને અપંગતા બંને માટે અલગ-અલગ યોજનાઓમાં નોંધણી કરે છે, તો તેને બંનેથી લાભ મળવો શક્ય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Scheme PM Suraksha Bima Yojana Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ