બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કરોડો સરકારી કર્મચારીઓને ફાયદો! ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં થશે આ મોટા ફેરફાર!

તમારા કામનું / કરોડો સરકારી કર્મચારીઓને ફાયદો! ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં થશે આ મોટા ફેરફાર!

Last Updated: 08:59 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં મોટા બદલાવ થઈ શકે છે. ચાલો જાણીએ કે આ બદલાવથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને કેટલો લાભ થશે?

આરોગ્ય દરેક વ્યક્તિના જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. ક્યારે જીવનમાં અચાનક કઈ હેલ્થ ઇમરજન્સી આવી જાય તે કોઈ જાણતું નથી. તેથી લોકો આવી અનિશ્ચિતતાઓથી બચવા માટે અગાઉથી તૈયાર રહેવાનું પસંદ કરે છે. આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ લઈને ચાલે છે, જેથી તેમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

દેશમાં જે લોકો ભારત સરકાર હેઠળ કામ કરે છે, એવા લોકોને ભારત સરકાર આરોગ્ય સંબંધી સુવિધાઓનો લાભ આપે છે. આ માટે સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHS યોજના ચલાવવામાં આવે છે. જેના અંતર્ગત દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ મળે છે. સરકાર તરફથી આ સ્કીમમાં થોડા બદલાવ થવાનો સંકેત મળ્યો છે. ચાલો, તમને જણાવીએ કે આ બદલાવથી કર્મચારીઓને કેટલો લાભ થશે.

સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં થશે બદલાવ

સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ દ્વારા દેશમાં અંદાજે 1 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ મળે છે. વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જે હવે દેશમાં 80થી વધુ શહેરોમાં સુવિધાઓ પૂરી પાડે છે. આ સ્કીમ દ્વારા હોસ્પિટલમાં કેશલેસ ઇલાજ ઉપલબ્ધ છે. જેમાં દેશની અંદર 1500 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલ અને ડિસ્પેન્સરીઓનો સમાવેશ થાય છે. CGHS સ્કીમમાં સસ્તી દવાઓ પણ આપવામાં આવે છે.

હાલમાં આ યોજનાથી સંકળાયેલી મોટી ખબર સામે આવી છે. સરકાર તરફથી આ યોજના હેઠળ મોટા પાયે બદલાવ લાવવામાં આવી શકે છે. જેમાં સ્ટાફની અછત, દવાઓની ઉપલબ્ધતા અને ખાનગી હોસ્પિટલોને સબસિડીવાળા ઇલાજ માટે જોડવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. જો એવું થાય છે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનધારકોને ઘણો લાભ થશે.

આ બદલાવ થઈ શકે છે

આ બદલાવોની વાત કરીએ તો CGHS સ્કીમ હેઠળ નવા વેલનેસ સેન્ટર ખોલવામાં આવી શકે છે. જેમાં પુણે, બેંગલોર, નાગપુર, બાલાસોર, ચેન્નઈ, પુડુચેરી અને જમ્મુ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ વેલનેસ સેન્ટરો સિવાય દેશના બાકીના વેલનેસ સેન્ટરોમાં સ્ટાફની અછત દૂર કરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવવાની છે.

વધુ વાંચો: PM કિસાન યોજનાનો લાભ આ ખેડૂતોને નહીં મળે, ફટાફટ લિસ્ટમાં ચેક કરો તમારું નામ

ઘણીવાર જોવા મળે છે કે પેન્શન ભોગવતાં લોકોને મેડિકલ રિફંડ ક્લેમ મેળવવામાં વિલંબ થાય છે. આ મુશ્કેલી પણ હવે દૂર કરવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ નિયમોમાં બદલાવ બાદ કર્મચારીઓને અનેક લાભ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Treatment CGHS Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ