બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇમરજન્સી દરમ્યાન કઇ રીતે કરશો હેલ્થ ઇન્શ્યોરન્સ માટે અરજી? ફૉલો કરો આ સ્ટેપ્સ
Last Updated: 03:32 PM, 15 April 2025
આપત્તિ ક્યારેય કહેીને આવતી નથી. ક્યારેય પણ આપણી સામે ઇમરજન્સી આવી શકે છે. તેથી આપણે હંમેશા દરેક પ્રકારની ઇમરજન્સી માટે તૈયાર રહેવું જોઈએ, જેથી કોઈપણ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય. એક ઇમરજન્સી તમારા વર્ષો જૂના બચતને ખાલી કરી શકે છે. તેથી લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ તરફ વળે છે, જેથી કોઈપણ મેડિકલ ઇમરજન્સીનો ભાર તેમના ખિસ્સા પર ના આવે. જોકે ઘણીવાર એવી જાણકારી નથી હોતી કે આ ક્લેમ કેવી રીતે કરવો.
ADVERTISEMENT
હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કેવી રીતે કરવો?
કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય, ત્યારે નીચે મુજબના પગલાં લઈ તમે ક્લેમ કરી શકો છો:
ADVERTISEMENT
ઇમરજન્સી હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે થોડા પૈસા પહેલેથી જ ભરવા પડે છે. હંમેશા તમારું KYC ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તૈયાર રાખો.
ADVERTISEMENT
શક્ય તેટલી વહેલી તકે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની કે TPA (Third Party Administrator) ને જાણ કરો.
ADVERTISEMENT
હોસ્પિટલને પણ તમારું ઇન્શ્યોરન્સ કાર્ડ અને માન્ય ફોટો ID વહેલી તકે સબમિટ કરો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હોસ્પિટલની મદદથી શક્ય તેટલું વહેલું pre-authorisation request ઇન્શ્યોરન્સ કંપની અથવા TPA ને મોકલાવો. જેમાં હોસ્પિટલ પહેલાંથી અંદાજીત ખર્ચો અંગે કંપનીને જાણ કરે છે.
હોસ્પિટલ દ્વારા આપેલા દરેક ડોક્યુમેન્ટની ફોટોકોપી તમારા પાસે રાખો, કારણ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોસ્પિટલ ક્લેમ પ્રક્રિયા માટે પોતાના ત્યાં જ રાખશે.
જો pre-authorisation request રિજેક્ટ થાય તો...
જો pre-authorisation request રિજેક્ટ થાય, તો પણ તમે ઇન્શ્યોરન્સ ક્લેમ કરી શકો છો. આ માટે તમારે બધા ડોક્યુમેન્ટ અને બિલ ઇન્શ્યોરન્સ કંપની કે TPA પાસે સબમિટ કરવાના રહેશે.
તે છતાં પણ જો કંપની કે TPA ક્લેમ આપવાથી ઇનકાર કરે, તો તમે તેમની વિરુદ્ધ ફરિયાદ IRDAI (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ની વેબસાઈટ અથવા તેમની ઈમેલ ID: [email protected] પર કરી શકો છો. તેમ જ તેમનો ટોલ ફ્રી નંબર 155255 અથવા 1800 4254 732 પર કોલ પણ કરી શકો છો.

જો તમે એવું સારવાર કેન્દ્ર પસંદ કરો છો કે જે તમારા ઇન્શ્યોરન્સ કંપનીના નેટવર્કમાં નથી આવતું, તો પણ ક્લેમ કરવો શક્ય છે:
સૌથી પહેલાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી 15 થી 30 દિવસની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે.
ધ્યાનમાં રાખવું કે અલગ અલગ કંપનીના નિયમો અલગ હોઈ શકે છે.
ત્યારબાદ તમને એક ક્લેમ નંબર આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે ભવિષ્યમાં પણ કરી શકો છો.
પછી તમામ ડોક્યુમેન્ટ અને મેડિકલ ખર્ચાના બિલ ઇન્શ્યોરન્સ કંપની કે TPA ને સબમિટ કરો.
વધુ વાંચો: હોમ લોનની EMI ઘટી, ભારતની સૌથી મોટી બેન્કે ગ્રાહકોને આપ્યા ગુડ ન્યૂઝ
જો કંપનીને અન્ય કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તે તમને સંપર્ક કરશે. ડોક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 30 દિવસ બાદ કંપની પેમેન્ટ શરૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.