ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જીવન પ્રમાણપત્ર 30 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાનું રહેશે, આ રીતે ઘરે બેઠા થઈ જશે, જાણો ફટાફટ

તમારા કામનું / જીવન પ્રમાણપત્ર 30 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાનું રહેશે, આ રીતે ઘરે બેઠા થઈ જશે, જાણો ફટાફટ

Published By: Nidhi Panchal

Last Updated: 12:48 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બરનો મહિનો શરૂ થયો છે અને પેન્શનરો માટે આ સમય ખૂબ જ અગત્યનો છે. શું તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું છે કે નહીં? જો નહીં, તો તમારું પેન્શન કોઈ પણ ક્ષણે બંધ થઈ શકે છે!

ADVERTISEMENT

દર વર્ષે નવેમ્બર મહિનો પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ મહિનામાં જીવન પ્રમાણપત્ર (Life Certificate) સબમિટ કરવું ફરજિયાત છે. આ પ્રમાણપત્ર એ પુરાવો છે કે પેન્શનર હજી જીવંત છે અને તેને પેન્શન મળતું રહેવું જોઈએ. જો કોઈ પેન્શનર સમયસર આ સર્ટિફિકેટ ન આપે, તો તેની પેન્શન અસ્થાયી રીતે બંધ થઈ જાય છે.

pansion.jpg

અગાઉ, પેન્શનરોને આ પ્રક્રિયા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં લાંબી કતારમાં ઉભા રહેવું પડતું હતું, જે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે મુશ્કેલ બનતું હતું. પરંતુ હવે સરકારે એક સરળ અને આધુનિક સુવિધા શરૂ કરી છે — ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate – DLC), જેને તમે તમારા ઘરમાં બેસીને થોડા મિનિટોમાં બનાવી શકો છો.

જીવન પ્રમાણપત્ર કેમ જરૂરી છે?

જીવન પ્રમાણપત્ર એ પેન્શનર હજી જીવંત છે તેનું સરકારી પુરાવું છે. આ પગલાંનો હેતુ છેતરપિંડી રોકવાનો છે, જેથી કોઈ મૃત વ્યક્તિના નામે પેન્શન ચાલુ ન રહે. દર વર્ષે સરકાર આ પ્રમાણપત્ર 1 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે સબમિટ કરવાની અંતિમ તારીખ નક્કી કરે છે.

pension-2

ઘરે બેઠા કેવી રીતે બનાવશો લાઇફ સર્ટિફિકેટ?

સરકારે Jeevan Pramaan Portal (jeevanpramaan.gov.in) અને UMANG App દ્વારા ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર બનાવવાની સુવિધા આપી છે.

જીવન પ્રમાણ પોર્ટલથી (Website)

તમારા લેપટોપ, મોબાઇલ અથવા કમ્પ્યુટરને ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેનર સાથે કનેક્ટ કરો. jeevanpramaan.gov.in વેબસાઇટ પર જઈ “Get a Certificate” પર ક્લિક કરો. ત્યારબાદ એપ ડાઉનલોડ કરો અને તમારો આધાર નંબર તથા PPO નંબર દાખલ કરો. બાયોમેટ્રિક સ્કેન કરો અને ચકાસણી પૂર્ણ કરો અને તમારું ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ થઈ તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં આપમેળે મોકલાઈ જશે.

pension-3
  • UMANG App મારફતે
  • તમારા મોબાઇલમાં UMANG App ઇન્સ્ટોલ કરો.
  • સર્ચ બારમાં “Jeevan Pramaan” લખો.
  • “Generate Life Certificate” વિકલ્પ પસંદ કરો.
  • આધાર નંબર અને PPO નંબર દાખલ કરો.
  • બાયોમેટ્રિક વેરિફિકેશન કર્યા પછી સર્ટિફિકેટ આપમેળે બેંક અથવા વિભાગ સુધી પહોંચશે.
vtv app promotion

ઑફલાઇન વિકલ્પ પણ ઉપલબ્ધ

જો કોઈ પેન્શનર ઑનલાઇન પદ્ધતિ અપનાવવા માંગતો ન હોય, તો તે બેંક, પોસ્ટ ઓફિસ અથવા Common Service Centre (CSC) પર જઈને પણ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. ફક્ત આધાર કાર્ડ, PPO નંબર અને બેંક પાસબુક સાથે જવું પૂરતું છે. ત્યાંનો કર્મચારી તમારી ઓળખ ચકાસી બાયોમેટ્રિક લઇ પ્રક્રિયા પૂર્ણ કરશે.

આ પણ વાંચો : હોય નહીં! ઇન્ટરનેટ વગર થશે તમારું પેમેન્ટ, જાણો કેવી રીતે અને શું છે પ્રક્રિયા?

  • નજીકનું CSC સેન્ટર કેવી રીતે શોધવું?
  • jeevanpramaan.gov.in પર જઈ “Locate a Centre” વિકલ્પ પસંદ કરો.
  • અથવા, મોબાઇલ પરથી JPL space PINCODE લખીને 7738299899 પર SMS મોકલો.
  • ઉદાહરણ તરીકે: JPL 110001 મોકલવાથી દિલ્હીમાં નજીકના સેન્ટરની માહિતી મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jeevan Pramaan Life Certificate Pensioners

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ