ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ સતત રીલ જોવાની આદત છે? તો થઈ શકે છે આ અસર, જાણો એક્સપર્ટ પાસેથી

આરોગ્ય / શું તમને પણ સતત રીલ જોવાની આદત છે? તો થઈ શકે છે આ અસર, જાણો એક્સપર્ટ પાસેથી

Published By: Maulik Patel

Last Updated: 12:16 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામના નારાયણા હોસ્પિટલના ન્યુરો અને સ્પાઈન સર્જરી વિભાગના ડિરેક્ટર અનુસાર, સતત શોર્ટ વીડિયો જોવાથી ધ્યાન અને યાદશક્તિ પર નકારાત્મક અસર પડે છે. ફોનના અતિઉપયોગથી શારીરિક સમસ્યાઓ જેમ કે મેદસ્વીપણું, પીઠનો દુખાવો અને આંખોની તકલીફો વધે છે, જ્યારે માનસિક આરોગ્ય પર તેની અસર વધુ ગંભીર છે.

ADVERTISEMENT

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ કલાકો સુધી ફોન પર વીતાવે છે, અને તેમાંથી મોટો ભાગ રીલ્સ અને શોર્ટ વીડિયોને સ્ક્રોલ કરવામાં વેડફાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માનસિક આરોગ્યને કેટલી હદે પ્રભાવિત કરી રહી છે? તમે રસોડામાં કંઈક લેવા જાઓ અને ભૂલી જાઓ કે શું લેવા આવ્યા હતા, અથવા કોઈ સાથે વાત કરતાં વાત કરતાં ભૂલી જાઓ કે શું કહેવું હતું – આવા અનુભવો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે. આ સ્ટોરીમાં અમે જાણીશું કે રીલ્સની આદત કેવી રીતે તમારા મગજને અસર કરે છે.

MOBILE USE

ગુરુગ્રામના નારાયણા હોસ્પિટલના ન્યુરો અને સ્પાઈન સર્જરી વિભાગના ડિરેક્ટર અને વિભાગના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, શોર્ટ વીડિયોને સતત જોતા રહેવાથી ધ્યાન અને યાદશક્તિ પર નકારાત્મક અસર પડે છે. તેઓ કહે છે કે ફોનનો ઉપયોગ મર્યાદિત સમય માટે જ કરવો જોઈએ અને રીલ્સ જોવાનો સમય પણ ઘટાડવો જરૂરી છે. આ આદત માત્ર સમયની બર્બાદી જ નથી કરતી, પરંતુ તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

શારીરિક અસરોની વાત કરીએ તો, લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસીને વીડિયો જોવાથી આળસ વધે છે, જેનાથી મેદસ્વીપણું, પીઠનો દુખાવો, ગરદનની અકડ અને પોસ્ચરની સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત, સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી આંખોમાં જલન, ખંજવાળ અને ડ્રાયનેસ થાય છે. જે લોકો મોડી રાત સુધી ફોન ચલાવે છે, તેમને ઊંઘની કમીની સમસ્યા થાય છે, જે માનસિક થાક તરફ દોરી જાય છે.

MOBILE-2

માનસિક આરોગ્ય પર તેની અસર વધુ ગંભીર છે. રીલ્સ જોવાથી ફોકસ અને એકાગ્રતા પર અસર પડે છે. કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે ધ્યાન જરૂરી છે, પરંતુ રસપ્રદ કન્ટેન્ટને સતત જોતા રહેવાથી જટિલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. જેમ કે પુસ્તક વાંચવું અથવા કઠિન પ્રોજેક્ટ પર કામ કરવું. તેઓ વધુમાં કહે છે કે અચાનક કન્ટેક્સ્ટ સ્વિચિંગથી મગજ પર કોગ્નિટિવ લોડ વધે છે. આનાથી સંજ્ઞાનાત્મક ક્ષમતા (વિચારવા અને સમજવાની શક્તિ) પ્રભાવિત થાય છે. રીલ્સમાંથી અન્ય કાર્ય તરફ ધ્યાન શિફ્ટ કરવું મુશ્કેલ લાગે છે, અને એક જ કાર્ય પર ધ્યાન જાળવી રાખવું કઠિન બને છે.

અટેન્શન કંટ્રોલની કમી પણ એક મોટી સમસ્યા છે. કેટલીક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે શોર્ટ-ફોર્મ વીડિયો વધુ જોનારા લોકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે અને તેઓ કાર્યમાં આવતી અડચણોથી બચવામાં અસમર્થ થાય છે. આનું કારણ મગજની રિવાર્ડ સિસ્ટમનું અતિ ઉત્તેજન છે. રિવાર્ડ સિસ્ટમ પર અસર વિશે વાત કરીએ તો મોટાભાગના પ્લેટફોર્મનું કન્ટેન્ટ ડોપામિન રિલીઝને ટ્રિગર કરે છે, જે નશાની આદત જેવું છે. સતત ડોપામિન હિટ મળવાથી મગજની રિવાર્ડ સિસ્ટમ અસંવેદનશીલ બને છે, જેથી સામાન્ય પ્રવૃત્તિઓમાં આનંદ મળતો નથી. આનાથી ચિડચિડાપણું, ચિંતા જેવા લક્ષણો દેખાય છે.

app promo1

યાદશક્તિ પર અસર વિશે તેઓ કહે છે કે શોર્ટ વીડિયોમાં કન્ટેન્ટ સતત બદલાતું રહે છે, જેથી વર્કિંગ મેમરી (માહિતીને સંભાળવા અને વાપરવાની ક્ષમતા) પ્રભાવિત થાય છે. તેમજ પ્રોસ્પેક્ટિવ મેમરી (યોજનાબદ્ધ કાર્યને યાદ રાખવું) પર પણ અસર પડે છે. અધ્યયનોમાં કહેવાયું છે કે આની તીવ્ર ગતિ લાંબા સમય સુધી યાદશક્તિ જાળવવા અને કઠિન વિષયો સમજવા માટે અનુકૂળ નથી.

વધુમાં વાંચો: માત્ર 4449 રુપિયામાં મળી રહ્યો છે 50MP કેમેરાવાળો મોબાઈલ, ફટાફટ જાણો ઓફર

આ સમસ્યાઓથી બચવા માટે એક્સપર્ટની સલાહ છે કે રીલ્સને મર્યાદિત માત્રામાં જ જુઓ. રોજની લિમિટ નક્કી કરો. વધુ સ્ક્રીન ટાઈમ ત્વચાને વૃદ્ધ બનાવે છે અને આંખોને નુકસાન પહોંચાડે છે. આજના સમયમાં આ એક ગંભીર મુદ્દો છે, જેને અવગણવા યોગ્ય નથી. તમારા માનસિક અને શારીરિક આરોગ્યને પ્રાથમિકતા આપો અને ડિજિટલ વર્લ્ડમાં સંતુલન જાળવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Addiction Dopamine Addiction Attention Deficit

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ