બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું વિટામિન બી-12 રોજ ડાયટમાં સામેલ કરવો જોઈએ?, એક્સપર્ટ પાસેથી જાણે કેટલો જરુરી

લાઈફસ્ટાઈલ / શું વિટામિન બી-12 રોજ ડાયટમાં સામેલ કરવો જોઈએ?, એક્સપર્ટ પાસેથી જાણે કેટલો જરુરી

Last Updated: 03:40 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામિન B-12ની કમી આપણા શરીર પર ખૂબ જ અસર કરી શકે છે. તેના કારણે એનિમિયા અને મગજને લગતી બીમારીઓ થઈ શકે છે. શું આપણે દરરોજ વિટામિન બી-12 ડાયટમાં સામેલ કરવો જોઈએ?ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી સાચી માહિતી.

વિટામિન B-12ની કમીના કારણે થાક, ચક્કર આવવા અને યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજકાલની વ્યસ્ત જિંદગીમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. આ ખોરાકની કમીને કારણે શરીરમાં અનેક જરૂરી વિટામિન્સની કમી થવા લાગે છે.

જેમાં વિટામિન B-12 સૌથી મહત્વપૂર્ણ છે, કેમ કે ડોકટર કહે છે કે આ વિટામિન માત્ર ખોરાકથી જ મળી શકે છે. તો શું આપણે દરરોજ વિટામિન B-12 ખાવું જોઈએ?

VITAMIN-B12

એક્સપર્ટ શું કહે છે?

વિટામિન B-12 એ એકમાત્ર વિટામિન છે જે ન્યુરોલોજિકલ બીમારીઓથી રક્ષણ આપે છે. જો શરીરમાં તેની કમી થાય છે તો ફોકસ કરવામાં, કામ કરવામાં અને વિચાર કરવામાં મુશ્કેલી આવી શકે છે. વિટામિન B-12ને દરરોજના ખોરાકમાં સામેલ કરવું જોઈએ.

vitamin b12 new logo

કેટલુ વિટામિન B-12 ખાવું જોઈએ?

  • સામાન્ય વ્યક્તિ: એક સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિને દરરોજ 2.4 થી 2.8 માઇક્રોગ્રામ વિટામિન B-12 ખાવું જોઈએ.
  • ગર્ભવતી મહિલા: ગર્ભવતી મહિલાઓએ દરરોજ 2.6 માઇક્રોગ્રામ વિટામિન B-12 ખાવું જોઈએ. પ્રસુતિ પછી 2.8 માઇક્રોગ્રામ વિટામિન B-12 લેવું જરૂરી છે, જેથી બાળકના વિકાસમાં કોઇ સમસ્યા ન આવે.
  • સપ્લીમેન્ટ દ્વારા: જ્યારે શરીરમાં વિટામિન B-12ની કમી થાય છે ત્યારે તેને સપ્લીમેન્ટ તરીકે લેવુ પડે છે. એવી પરિસ્થિતિમાં, સપ્લીમેન્ટ દ્વારા 500થી 5000 માઇક્રોગ્રામ વિટામિન B-12 પ્રતિદિન લેવુ પડે છે.
  • ઇન્જેક્શન: જ્યારે શરીરમાં વિટામિન B-12ની ખૂબ વધારે કમી થાય છે, ત્યારે તેને ઇન્જેક્શનથી પુરું પાડવામાં આવે છે. આ ઇન્જેક્શન ડોકટરની સલાહ હેઠળ સાપ્તાહિક અથવા માસિક પણ આપવામાં આવે છે.

વધુ વાંચો: સિગારેટ નહીં પીનારાઓમાં પણ વધી રહ્યું છે ફેફસાંના કેન્સરનું જોખમ, જાણો લક્ષણ-ઉપાય

વિટામિન B-12ની કમીના સંકેતો

થાક અને કમજોરી, ચામડીનો પીળો રંગ, આંખોનો પીળો રંગ, ચક્કર આવવો , વાળ ખરવા , સ્નાયુ અને હાડકાંમાં કારણ વિના દુખાવો થવો વગેરે વિટામિન B-12ની કમી દર્શાવે છે. જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vitamin B 12 foods Vitamin B12 Deficiency Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ