બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સિગારેટ નહીં પીનારાઓમાં પણ વધી રહ્યું છે ફેફસાંના કેન્સરનું જોખમ, જાણો લક્ષણ-ઉપાય

હેલ્થ ટિપ્સ / સિગારેટ નહીં પીનારાઓમાં પણ વધી રહ્યું છે ફેફસાંના કેન્સરનું જોખમ, જાણો લક્ષણ-ઉપાય

Last Updated: 03:14 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સિગારેટ ન પીનારા લોકોમાં પણ ફેફસાંના કેન્સરનો ખતરો વધી રહ્યો છે. ચાલો ડોક્ટર પાસેથી જાણીએ ટીબી અને ફેફસાના કેન્સર વચ્ચેનો તફાવત અને તેનું કારણ.

સિગારેટ પીનારા ઉપરાંત સિગારેટ ન પીનારા લોકોમાં પણ ફેફસાંના કેન્સરનું જોખમ વધી રહ્યું છે. ડોક્ટરના કહેવા મુજબ, ફેફસાંના કેન્સર માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે પ્રદૂષિત હવા, રેડોન ગેસ, એસ્મેસ્ટર અને અન્ય ઝેરી રસાયણો.

તેમજ, આનુવંશિક કારણ અને જૂની ફેફસાંની બીમારીઓ પણ ફેફસાંના કેન્સરનું જોખમ વધારી શકે છે. લંગ કેન્સર ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના તાજેતરના એક રિસર્ચ મુજબ, ભારતમાં 21% લોકો ફેફસાંના કેન્સરથી પીડાય છે, તેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, જેમાંથી કેટલાક લોકો 30 વર્ષથી પણ ઓછી ઉંમરના છે. આ માટે સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણને માનવામાં આવે છે

cancer-new-logo1

વાયુ પ્રદૂષણ

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, દુનિયાના 91% લોકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં વાયુ પ્રદૂષણની માત્રા આરોગ્ય માટે હાનિકારક છે. વાયુ પ્રદૂષણના કારણે PM 2.5 પાર્ટિકલ્સ સીધી રીતે ફેફસાંમાં પ્રવેશે છે, જે પાવર પ્લાન્ટ્સ, વાહનો અને ઔદ્યોગિક કચરાની સાથે બહાર આવે છે.

PM 2.5ના 20 મિલિગ્રામના કણ ફેફસાંને એટલું નુકસાન પહોંચાડે છે જેટલું એક સિગારેટ કરે છે, અને 200 મિલિગ્રામ 10 સિગરેટ જેટલું.

ફેફસાંના કેન્સરનાં પ્રારંભિક લક્ષણો

  • સતત ખાંસી આવવી.
  • ખાંસીમાં લોહી આવવું.
  • શ્વાસ લેવામાં તકલીફ.
  • છાતીમાં દુઃખાવો.
  • વજનમાં ઘટાડો.
  • અવાજમાં ફેરફાર.

ફેફસાંનું કેન્સર એ એક ગંભીર બીમારી છે, જે સિગારેટ પીનારા અને ન પીનારા બંને લોકોને થઈ શકે છે. ટીબી અને લંગ કેન્સર વચ્ચેનો તફાવત સમજવો અને લંગ કેન્સરના લક્ષણો ઓળખવા એ મહત્વપૂર્ણ છે.

LUNGS-2

જો તમને ફેફસાંના કેન્સરના લક્ષણો દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય સારવાર લો. સમયસર સારવારથી ફેફસાંના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.

ટીબી અને લંગ કેન્સર વચ્ચેનો તફાવત:

ટીબી અને ફેફસાંનો કેન્સર બંને ફેફસાંને અસર કરતી બીમારીઓ છે, પરંતુ તેમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવત છે.

  • કારણ: ટીબી એ બેક્ટેરિયા દ્વારા થાય છે, જ્યારે લંગ કેન્સર અનિયંત્રિત કોષની વૃદ્ધિથી થાય છે.
  • લક્ષણો: બંને બિયમરીઓમાં ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણો હોઈ શકે છે, પરંતુ ટીબીમાં તાવ અને રાતે પસીનો આવવાનું લક્ષણ સામાન્ય હોય છે.

વધુ વાંચો: મન પડે ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક લેતા હોય તો ચેતજો, ગંભીર ખતરા અંગે ખુલાસો

  • સારવાર: ટીબીની સારવાર એન્ટી-ટીબી દવાઓથી થાય છે, જ્યારે લંગ કેન્સરનો ઈલાજ સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી જેવી પદ્ધતિઓથી કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health tips Lung Cancer Cancer tretment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ