બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મન પડે ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક લેતા હોય તો ચેતજો, ગંભીર ખતરા અંગે ખુલાસો

તમારા કામનું / મન પડે ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક લેતા હોય તો ચેતજો, ગંભીર ખતરા અંગે ખુલાસો

Nidhi Panchal

Last Updated: 02:34 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારંવાર એન્ટિબાયોટિક દવાઓ લેવી જોખમ બની શકે છે. ડૉક્ટરો ચેતવી રહ્યા છે કે વગર જરૂરીયાત એન્ટિબાયોટિક લેવી ઇમ્યુનીટી સિસ્ટમને નબળી બનાવી શકે છે.

જો તમે વારંવાર અંટીબાયોટીક દવાઓ લેતા હોવ તો સર્તક થઇ જાવ કારણ કે તેનાથી પણ તમારી હાલત ખરાબ થઇ શકે છે. આજકાલ લોકો કોઈ પણ સામાન્ય તાવ, શરદી કે ખાંસી થઈ જાય તો તરત જ એન્ટિબાયોટિક દવા લેવાનું શરૂ કરી દે છે. પરંતુ આવી દવાઓનો વધુ ઉપયોગથી ગંભીર પ્રણામ લાવી શકે છે. ડોક્ટરોની સલાહ પ્રમાણે, એન્ટિબાયોટિક દવાઓનો વારંવાર અને અજાણી રીતે લેવાતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક બની શકે છે અને ખાસ કરીને શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ, એટલે કે ઇમ્યુનિટી પર ખરાબ અસર કરે છે.

antibiotic-final

એન્ટિબાયોટિક્સનું મુખ્ય કામ બેક્ટેરિયાને મારવાનું હોય છે, પણ જ્યારે તમે આ દવાઓ વારંવાર લેવા માંડો છો ત્યારે તે તમારા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયા પણ નષ્ટ કરી દે છે. આ સારા બેક્ટેરિયા આપણું પાચન અને રોગોથી બચાવનું કાર્ય કરે છે. જ્યારે એ નષ્ટ થાય છે ત્યારે શરીર નબળું પડે છે અને રોગો સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે.

infection.jpg

વાઇરલ ઇન્ફેક્શન

હજુ પણ ઘણા લોકો વાઈરલ ઈન્ફેક્શન હોય ત્યારે પણ એન્ટિબાયોટિક લઈ લે છે. પરંતુ તમને જણાવી દઇએ કે એન્ટિબાયોટિક ફક્ત બેક્ટેરિયલ ચેપ માટે અસરકારક હોય છે, વાઈરલ ચેપ જેમ કે શરદી, ફલૂ જેવી બીમારીઓ પર તેની કોઈ અસર થતી નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર એવા કેસો ઘણી વખત જોવા મળે છે જ્યાં લોકો જાણ્યા વિના વાઈરલ રોગો માટે પણ એન્ટિબાયોટિક લે છે, જેનાથી ફાયદો તો થતો નથી, પણ શરીર માટે ખતરો ઊભો થાય છે.

વધુ ઉપયોગથી આ તમામ વસ્તુ થઇ શકે

વધારે ઉપયોગથી Antibiotic Resistance ઉભો થાય છે. એટલે કે, જ્યારે તમારું શરીર બેક્ટેરિયા સામે લડી શકે તેટલી ક્ષમતા ગુમાવી દે છે અને સાચા સમયે આપવામાં આવતી એન્ટિબાયોટિક દવા પણ અસરકારક રહેતી નથી. આવી સ્થિતિમાં સામાન્ય ચેપ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. એન્ટિબાયોટિકના વધુ ઉપયોગથી ઝાડા, પેટ દુખાવા, ત્વચાની એલર્જી, ફંગલ ચેપ જેવી અનેક તકલીફો ઊભી થઈ શકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી લઈ શકાય એવી નબળાઈ આવી શકે છે.

app promo1

શું સાવચેતી રાખવી જોઈએ?

  • કોઈપણ દવા ડૉક્ટરની સલાહ વગર ન લેવી.
  • સામાન્ય શરદી, ફીવર માટે એન્ટિબાયોટિક નહિ લેવી.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસી, આદુ, હળદર, વિટામિન C, લીંબુ જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો.
  • હેલ્ધી આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત સાથે જીવનશૈલી સુધારવી.

આ પણ વાંચો : ગૂગલ પ્લે સ્ટોરનું સીક્રેટ ફીચર્સ, નુકસાનથી બચાવવા આ રીતે કરે છે મદદ, જાણો

એન્ટિબાયોટિક દવાઓ જરૂર પડે ત્યારે જીવ બચાવી શકે છે, પણ તેનો ખોટો અને વારંવાર થતો ઉપયોગ તમારા શરીર માટે ભવિષ્યમાં મોટું જોખમ ઊભું કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી હોય તો દવાઓ નહિ, જીવનશૈલી પર ધ્યાન આપવું એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weak immunity immune system damage antibiotic overuse
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ