બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ગૂગલ પ્લે સ્ટોરનું સીક્રેટ ફીચર્સ, નુકસાનથી બચાવવા આ રીતે કરે છે મદદ, જાણો

ટેક / ગૂગલ પ્લે સ્ટોરનું સીક્રેટ ફીચર્સ, નુકસાનથી બચાવવા આ રીતે કરે છે મદદ, જાણો

Last Updated: 02:09 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ પ્લે સ્ટોર માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું માધ્યમ નથી, પરંતુ પ્લે સ્ટોર બીજું ઘણું બધું કરી શકે છે . ચાલો આજે જાણીએ Play Store ના કેટલાક સિક્રેટ ફીચર્સ વિશે, જે તમારું નુકશાન થવાથી બચાવી શકે છે.

દરેક વ્યક્તિ Google Play Store ને ફક્ત એપ ડાઉનલોડ કરવાનું માધ્યમ સમજે છે, પરંતુ Play Store એ ફક્ત આટલું જ કામ નથી કરતું, તે તમારા ફોનની એપ્સને વધુ સારી રીતે મેનેજ કરવા અને ખતરનાક એપ્સથી બચાવવાનું કામ પણ કરી શકે છે.

ઘણા બધા લોકોને આ અંગે સાચી જાણકારીઓ નથી હોતી કે Google Play Store શું-શું કામ કરી શકે છે. આ પ્લેટફોર્મ તમને ખતરનાક એપ્સથી બચાવવાની સાથે વધુ સારી રીતે તમારું ડિવાઇસ મેનેજ કરવાનું ગાયડન્સ પણ આપે છે.

ગૂગલ પ્લે સ્ટોર કેવી રીતે મદદ કરે છે?

Google Play Store માં “Google Play Protect” નામનું એક ટૂલ આવેલું છે, જે તમારા ડિવાઇસને ખતરનાક એપ્સથી બચાવવા માટે સતત સ્કેન કરતું રહે છે. જો તમે કોઈ એપ તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ ન કરી હોય તેમ છતાં સ્કેન દરમિયાન જો કોઈ શંકાસ્પદ એપ સામે આવે તો તે તરત જ તમને એલર્ટ કરે છે.

જો તમારે આ ટૂલ યુઝ કરવું હોય તો Google Play Storeમાં જઈને જમણી સાઈડ પ્રોફાઇલ આઈકોન પર ટેપ કરો, ત્યારબાદ "Play Protect" નામનો વિકલ્પ મળશે. ત્યાંથી તમે આ ટૂલને યુઝ કરી શકો છો.

play-store

તમામ ડિવાઇસ પર એપ્સનું સીન્કિંગ

જો તમારે એક જ Google એકાઉન્ટથી ઘણા Android સ્માર્ટફોન ચાલુ હોય, તો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલેશનને આપમેળે સીંક કરી શકો છો. આ માટે “Sync apps to device” વિકલ્પનો ઉપયોગ કરો. આ સિક્રેટ ફીચર સાથે, તમે તમારા ફોન, ટીવી, અને ટેબલેટ પર અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના સેફ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરી શકો છો.

બલ્ક એપ મેનેજમેન્ટ

હવે તમારું ડિવાઇસ સાફ કરવું પહેલા કરતા વધુ સરળ બની ગયું છે, કારણ કે Google Play Store હવે તમને એક જ વખતમાં ઘણા એપ્સને અનઇન્સ્ટોલ કરવાની સુવિધા આપે છે.

આ માટે, Play Store ખોલીને જમણી સાઈડ પ્રોફાઇલ પર ક્લિક કરો, અહીં "Manage apps & device" વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરીને, તમે તમારા ડિવાઇસમાંથી એટલી એપ્લિકેશન્સને અનઇન્સ્ટોલ કરી શકો છો, જેની જરૂર ન હોય.

દૂર બેઠા ફોનમાં એપ ઇન્સ્ટોલ થશે

તમારા Android ફોન પર નવા એપ્સ ઇન્સ્ટોલ કરવા માટે તમારે તમારો ફોન તમારી પાસે રાખવો જરૂરી નથી. તમે Google Play Store પર જ Google ID સાથે સાઇન ઇન કરી શકો છો. ત્યારબાદ, જયારે તમે એપ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ એપ ખોલશો તો તમને "Install on More Devices" નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને પૂછવામાં આવશે કે તમારે કયા ડિવાઇસ પર એપ ઇન્સ્ટોલ કરવી છે.

વધુ વાંચો: જો-જો સસ્તામાં Smart TV ખરીદવાની ઑફર ચૂકી ન જતા, આવી ગયો બમ્પર સેલ, જાણો ફટાફટ

આ રીતે, Google Play Storeની મદદથી, તમે તમારા સ્માર્ટફોનને વધુ સાવધાની અને સરળતાથી મેનેજ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Privacy Google Play Store Privacy Secret Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ