ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી Android પર iPhone જેવા ફીચર્સ! કરી શકશો Emergencyમાં કરી શકશો Live વીડિયો કોલ

ટેક્નોલોજી / હવેથી Android પર iPhone જેવા ફીચર્સ! કરી શકશો Emergencyમાં કરી શકશો Live વીડિયો કોલ

Published By: Nidhi Panchal

Last Updated: 02:58 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન હવે જીવન બચાવનાર બનશે? ગૂગલ પિક્સેલમાં આવી શકે છે iPhone જેવી લાઇવ ઇમરજન્સી વીડિયો સુવિધા

ADVERTISEMENT

સ્માર્ટફોન હવે ફક્ત વાતચીત કે મનોરંજન પૂરતા નથી રહ્યા, પરંતુ જીવનમાં સલામતી માટે પણ મોટા હથિયાર બની રહ્યા છે. કોઈપણ અકસ્માત કે કટોકટીની પરિસ્થિતિમાં, લોકો સૌથી પહેલાં પોતાના ફોનનો સહારો લે છે. આ જ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને હવે ગૂગલ એક એવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જે સીધું જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.

iphone17-pro

એપલએ 2024માં Emergency SOS Live Video નામની સુવિધા લોન્ચ કરી હતી. આ ફીચરની મદદથી iPhone યુઝર્સ ઈમરજન્સી વખતે સીધા પોલીસ કે અન્ય સેવાઓને લાઈવ વીડિયો અથવા ફોટો મોકલી શકે છે. ખાસ વાત એ છે કે આ વીડિયો ફોનમાં સેવ થતો નથી, પરંતુ ઈમરજન્સી ઓપરેટર તેને સંગ્રહિત કરી શકે છે. હવે એવું લાગી રહ્યું છે કે ગૂગલ પણ એ જ રસ્તે ચાલીને એન્ડ્રોઇડ ફોનમાં આ સુવિધા લાવવાની તૈયારીમાં છે.

emergency

એક રિપોર્ટ મુજબ, Google Play Services Meta માં નવા કોડ જોવા મળ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે –“લાઈવ વીડિયો શેર કરો” “ઇમરજન્સી સર્વિસીસ તમારા કેમેરાનો ઉપયોગ કરશે.”

app promo5

હાલમાં પિક્સેલ ફોનમાં એક અલગ ઇમરજન્સી વીડિયો રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ છે. તેમાં યુઝર 45 મિનિટ સુધી વીડિયો રેકોર્ડ કરી શકે છે. રેકોર્ડિંગ પછી આ વીડિયો આપમેળે ઈમરજન્સી કોન્ટેક્ટ્સને લિંક રૂપે મોકલાઈ જાય છે. પરંતુ આમાં બે ખામીઓ છે –વીડિયો સીધો ઇમરજન્સી સર્વિસીસ સુધી પહોંચતો નથી.

આ પણ વાંચો : મહિને લાખોની કમાણી! AIની દુનિયામાં હિટ છે આ 5 Jobs, જુઓ લિસ્ટ

લાઈવ સ્ટ્રીમિંગનો વિકલ્પ નથી.

ગૂગલની નવી સુવિધા આ ખામીઓને દૂર કરી શકે છે. જો આવું થાય તો માર્ગ અકસ્માત, વૃદ્ધો માટે મદદ, અથવા ખોટી રિપોર્ટિંગ જેવા કેસોમાં સાચી પરિસ્થિતિ તરત જ ઇમરજન્સી ટીમ સુધી પહોંચી શકે છે. હાલમાં એક મોટો પ્રશ્ન એ છે કે શું આ ફીચર ફક્ત પિક્સેલ ફોનમાં મળશે કે પછી તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવશે? ગૂગલ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. એટલે આ સુવિધા ક્યારે લોન્ચ થશે અને કોને મળશે, તે માટે થોડું રાહ જોવું પડશે.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel Emergency SOS Android

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ