ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જોરદાર! ગૂગલે લોન્ચ કરી દીધું Gemini 3, યૂઝર્સને મળશે આ મોટા લાભ

ટેક્નોલોજી / જોરદાર! ગૂગલે લોન્ચ કરી દીધું Gemini 3, યૂઝર્સને મળશે આ મોટા લાભ

Published By: Nidhi Panchal

Last Updated: 01:02 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકની દુનિયામાં આજે એક એવો ધડાકો થયો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આખો ખેલ બદલી શકે છે. ગૂગલનું નવું Gemini 3 મોડેલ એટલું શક્તિશાળી છે કે એઆઈનો ભવિષ્ય હવે નવી દિશામાં વળી રહ્યું છે.

ADVERTISEMENT

ગૂગલે ફરી એકવાર AI ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે અને તેનું સૌથી અદ્યતન તથા બુદ્ધિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ Gemini 3 લોન્ચ કરી દીધું છે. ગૂગલનો દાવો છે કે આ મોડેલ તેમની જૂની Gemini સિરીઝ કરતા બહુ વધુ શક્તિશાળી છે અને દરેક મોટા પરીક્ષણોમાં OpenAI ના GPT-5.1 ને પણ પાછળ મૂકે છે. આ નવું મોડેલ વાતચીત કરવું હોય, મુશ્કેલ ગણિત ઉકેલવાનું હોય, કોડિંગ કરવાનું હોય કે મોટાં પ્રોજેક્ટ્સનું આયોજન કરવાનું હોય—બધું જ વધુ સરળ, વધુ ઝડપી અને વધુ સચોટ રીતે કરે છે. કંપની મુજબ હવે યુઝર્સ કોઈપણ મોટી સમસ્યા સરળ ભાષામાં કહીને ઉકેલી શકશે.

AI-COVER

Gemini 3 બે વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે—Gemini 3 Pro અને Gemini 3 DeepThink. Gemini 3 Pro ધીમે ધીમે બધા યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ Gemini એપ, Google સર્ચના AI મોડ અને ડેવલપર્સ માટે Google AI Studio માં થઈ શકશે. બીજી તરફ DeepThink વર્ઝન સૌથી શક્તિશાળી છે, જે માત્ર પસંદગીના ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને થોડા સમયમાં Google AI Ultra સબ્સ્ક્રાઇબર્સ માટે ખુલશે. DeepThinkનું મુખ્ય કામ વધુ ઊંડો વિચાર, વધુ વિશ્લેષણ અને મોટા, જટિલ કાર્યોને સરળ બનાવવાનું છે.

AI

Google ના CEO સુંદર પિચાઈએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે Gemini 3 દુનિયાનું શ્રેષ્ઠ મલ્ટિમોડલ મોડેલ છે, જે તમારા વિચારોને ઝડપથી સમજે છે અને ઓછી વાતચીતમાં કામ પૂરું કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ તો માત્ર શરૂઆત છે અને આગામી દિવસોમાં Gemini 3 માં ઘણી નવી સુવિધાઓ ઉમેરાશે. કંપનીના દાવા મુજબ આ મોડેલ સલામત, Children-Friendly અને ખોટા અથવા હાનિકારક જવાબ આપવાથી બચવા માટે ખાસ રીતે ટ્રેન કરવામાં આવ્યું છે.

AI-2

યુઝર્સ માટે આ મોડેલનું સૌથી મોટું હાઇલાઇટ છે કે હવે તેઓ ફોટા, વીડિયો, ઑડિયો, ટેક્સ્ટ અથવા કોડ જેવું કંઈપણ દાખલ કરીને પ્રશ્ન પૂછે તો Gemini 3 તેના પર ચોક્કસ અને સચોટ જવાબ આપશે. વેકેશન પ્લાનિંગ, મીટિંગ શેડ્યુલ, ડોક્યુમેન્ટ તૈયાર કરવું, પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવા મોટા કામો પણ હવે થોડા ક્ષણોમાં થઈ શકશે. Google Search પણ હવે વધુ ઝડપી, સ્પષ્ટ અને ઇન્ટરેક્ટિવ જવાબ આપશે.

Gemini 3 એક ખુબ મોટી ખુશખબર

કોડર્સ અને ડેવલપર્સ માટે Gemini 3 એક ખુબ મોટી ખુશખબર છે. કોડિંગ કરવું, ડિઝાઇન બનાવવું અને તેનો ટેસ્ટ કરવો હવે પહેલાથી વધુ સરળ બનશે. ડેવલપર્સ Googleના નવા પ્લેટફોર્મ Antigravity મા પણ Gemini 3 નો ઉપયોગ કરીને વધુ શક્તિશાળી એપ્સ અને વેબસાઇટ્સ બનાવી શકે છે.

VTV Promo Image

આ લોન્ચનું એક આશ્ચર્યજનક પાસું એ રહ્યું કે ChatGPT ના CEO Sam Altman એ પણ જાહેરમાં Google ને Gemini 3 માટે અભિનંદન આપ્યા. તેમણે X પર લખ્યું કે “Gemini 3 અદ્ભુત લાગે છે”, જે એઆઈ રેસમાં બંને મોટાં હરીફો વચ્ચેનો આદર દર્શાવે છે. ભારતની Jio એ પણ આ લોન્ચને વિશેષ ગણાવ્યું છે અને કહ્યું છે કે Gemini 3 ભારતના દરેક યુઝર સુધી સરળતાથી પહોંચે એ માટે તેઓ પ્રતિબદ્ધ છે. Jio મુજબ AI ની દુનિયામાં આજથી એક મોટો ફેરફાર શરૂ થયો છે અને યુઝર્સ હવે ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પણ વાંચો : બિહારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામ અંગે લેવાયો નિર્ણય, ભાજપે ફરી કોથળામાંથી બિલાડું કાઢ્યું

Gemini 3 ના લોન્ચ સાથે સ્પષ્ટ થાય છે કે એઆઈની દુનિયામાં હવે નવી ક્રાંતિ શરૂ થઈ ગઈ છે, અને આગલા વર્ષોમાં ટેકનોલોજી આપણા જીવનને વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google AI Model Gemini 3

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ