ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કાર માલિકો, ખાસ ધ્યાન આપે! એ 5 ગેજેટ્સ જેને કારમાં રાખવાથી દૂર થઈ જશે તમારું ટેન્શન

ટેક્નોલોજી / કાર માલિકો, ખાસ ધ્યાન આપે! એ 5 ગેજેટ્સ જેને કારમાં રાખવાથી દૂર થઈ જશે તમારું ટેન્શન

Published By: Nidhi Panchal

Last Updated: 08:45 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના યુવાનો માટે કાર એ કેવળ વાહન નહીં, પરંતુ એમની લાગણી અને ઓળખ બની ગઈ છે. એવી સ્થિતિમાં કારની યોગ્ય દેખભાળ માટે કેટલીક ઉપયોગી ચીજ વસ્તુઓ કારમાં રાખવી જરૂરી બને છે.

ADVERTISEMENT

આજના સમયમાં ખાસ કરીને યુવાવર્ગમાં કાર માત્ર એક વાહન નથી રહી, તે તેમની ઓળખ, લાઈફસ્ટાઇલ અને લાગણી સ્વરૂપ બની ગઈ છે. પોતાની પહેલી કાર ખરીદનારો વ્યક્તિ તેની ખાસ સંભાળ લે છે અને ઈચ્છે છે કે તેની કાર હંમેશા નવી જેવી ચમકતી રહે અને કોઈ મુશ્કેલી ઊભી ના થાય. આવી સ્થિતિમાં કારના સંભાળ માટે કેટલાક ઉપયોગી અને જરૂરી ગેજેટ્સ તમારું કામ ઘણું સરળ બનાવી શકે છે.

car-in-rain-2

ટાયક ઇન્ફલેટર

ટાયર ઇન્ફ્લેટર એ એક નાનું પણ ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે. જો તમે હાઈવે પર છો અને ટાયર પંચર થઈ જાય તો મિકેનિક શોધવો મુશ્કેલ બને. પરંતુ ટાયર ઇન્ફ્લેટર તમારી કારના ચાર્જિંગ પ્લગ સાથે જોડાઈને ટાયરમાં હવા ભરી શકે છે. મોટાભાગના ટ્યુબલેસ ટાયરમાં હવા ભરીને નજીકની રિપેર શોપ સુધી પહોંચવું શક્ય બને છે. સાથે જ, હાઈવે પર ફસાઈ જાવ તો NHAIનો ટોલ ફ્રી નંબર 1033 પર કૉલ કરો, તમને તાત્કાલિક મદદ મળી શકે છે.

car-wheel-air

વાયરલેસ ઓટો કાર રીસીવર

વાયરલેસ ઓટો કાર રીસીવર પણ એક કામની વસ્તુ છે. જો તમારી કારમાં નવીનતમ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ નથી તો આ રીસીવર મદદરૂપ સાબિત થશે. તેની મદદથી તમારા ફોનમાંથી સંગીત કે ગૂગલ મેપ્સ જેવી સુવિધાઓ સીધી કારના સ્ક્રીન પર જોઈ શકો છો અને વારંવાર ફોન સાથે ઝંઝટ રહેતી નથી.

app promo3

એર વેન્ટ મોડલ

વાયરલેસ ચાર્જર માટેનું એર વેન્ટ મોડલ એ પણ આજકાલ ખૂબ ઉપયોગી ગેજેટ બની ગયું છે. વાહન ચલાવતી વખતે ફોન ચાર્જ કરવા માટે વાયર ફસાવાની જરૂર નથી. આ ચાર્જર કારના એર વેન્ટમાં ફિટ થાય છે અને ડેશબોર્ડ પરના USB પોર્ટ સાથે જોડાઈને કામ કરે છે. પણ યાદ રાખો કે તમારા ફોનમાં વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી હોવી જરૂરી છે અને સામાન્ય ગતિએ જ ચાર્જ થશે.

આ પણ વાંચો : કેનવાળી ગ્રીન ટીનો આનંદ માણવો મહિલાને ભારે પડ્યો, અંદરથી નિકળ્યો ઉંદરડો

કાર ડસ્ટર

કાર ડસ્ટર પણ અગત્યનું સાધન છે. સિગ્નલ પર મળતા લોકલ ડસ્ટરની બદલે એક સારી ગુણવત્તાવાળો કોટન ડસ્ટર ખરીદો. જે એક જવાર સ્વાઇપમાં કાર ઉપરની ધૂળ સાફ કરી શકે છે. થોડા વધુ પૈસા ખર્ચવા પડશે, પણ કાર માટે યોગ્ય સફાઈ સાધન મળી રહેશે. આ બધા ગેજેટ્સ કારને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને સારું રાખવામાં સહાયરૂપ બને છે. જો તમારી કાર તમારા માટે ખાસ છે તો એના સંભાળ માટે થોડીક તૈયારી પણ ખાસ જ છે!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tyre inflator for car car accessories car gadgets

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ