બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે આ તારીખ પહેલા કરો અરજી, જાણો પ્રોસેસ

તમારા કામનું / યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે આ તારીખ પહેલા કરો અરજી, જાણો પ્રોસેસ

Last Updated: 12:01 AM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માટે અરજી કરવાની વિન્ડો 1 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગઈ છે અને 30 જૂન 2025 તેની છેલ્લી તારીખ છે. જો કોઈ વ્યક્તિ 30 જૂન પછી આ સ્કીમ હેઠળ અરજી કરશે, તો તેની અરજી સ્વીકારવામાં નહીં આવે. જાણો યોજનાની સંપૂર્ણ માહિતી.

કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી યૂનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે 31 માર્ચ 2025 અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ આ યોજના હેઠળ આવવાનો મોકો આપવામાં આવ્યો છે.

UPS એ ફંડ આધારિત પેન્શન યોજના છે, જે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ રજૂ કરવામાં આવી છે. આ યોજના વડે સરકારી કર્મચારીઓને નિશ્ચિત અનેગેરંટી પેન્શન આપવામાં આવશે.

લક્ષ્ય એ છે કે 2004માં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) જૂની પેન્શન યોજના (OPS)ના સ્થાને શરૂ કરવામાં આવી હતી. ત્યારથી જ સરકારી કર્મચારીઓ NPS દૂર કરી OPS પુનઃશરુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

pention

અરજી કરવાની છેલ્લી તારીખ

યૂનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માટે અરજી કરવાની વિન્ડો 1 એપ્રિલ 2025થી શરૂ થઈ છે અને 30 જૂન 2025 છેલ્લી તારીખ છે. જો કોઈ આ તારીખ પછી અરજી કરશે, તો તે માન્ય નહીં ગણાય. આ યોજના ખાસ કરીને તમામ પૂર્વ કર્મચારીઓ અથવા તેમના કાનૂની રીતે લગ્ન થયેલા જીવનસાથીઓ માટે લાગુ પડે છે. જોકે ધ્યાન રહે કે આ સ્કીમ ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ છે.

UPS સ્કીમ હેઠળ શું શું ફાયદા મળશે?

આ યોજનામાં કર્મચારીના નોકરીના છેલ્લા છ મહિનાની સરેરાશ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના આધારે ગણતરી કરીને પેન્શન આપવામાં આવશે. ઉપરાંત દર મહિને ટોપ-અપ પણ મળશે. આ ટોપ-અપની ગણતરી હાલની NPS હેઠળ મળતા વાર્ષિક રકમમાંથી UPS ચુકવણી અને મોંઘવારી રાહતને બાદ કરીને કરવામાં આવે છે.

આ સરકારી યોજનાની બીજી વિશેષતા એ છે કે તે નિવૃત્ત કર્મચારીના જીવનસાથીને પણ લાભ આપે છે. જે જીવનસાથી કાનૂની રીતે વિવાહિત છે તેઓ UPS માટે પાત્ર ગણાય છે.

pention-last

PPF જેવી સુવિધા પણ મળશે

આ યોજના હેઠળ જોડાયેલા કોઈ પણ બાકી રકમ પર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેટલું વ્યાજ દર મળશે.

અરજી કેવી રીતે કરવી?

  • પાત્ર ઉમેદવારો UPS લાભ માટે ઑફલાઇન કે ઑનલાઇન બંને રીતે અરજી કરી શકે છે.
  • ઑફલાઇન અરજી માટે NPSની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવો પડશે.
  • પછી તેને ભરીને પોતાના છેલ્લા કાર્યાલયના વિતરણ અધિકારી (DDO – Drawing and Disbursing Officer) પાસે જમા કારવવું પડશે.
  • ઑનલાઇન અરજી માટે વેબસાઈટ પર જ સીધું ફોર્મ ભરીને જમા કરી શકાય છે.

વધુ વાંચો: પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, માત્ર આટલા મહિનામાં જ તમારા રૂપિયા ડબલ

યૂનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નવી યોજના છે, જે NPS અંતર્ગત આવે છે અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ તથા તેમના કાનૂની જીવનસાથીને નિશ્ચિત પેન્શન અને અન્ય લાભ આપે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 છે, તેથી પાત્ર લાભાર્થીઓએ સમયસર અરજી કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pension Scheme Government Pension Scheme Unified Pension Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ