બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, માત્ર આટલા મહિનામાં જ તમારા રૂપિયા ડબલ
Last Updated: 11:42 PM, 30 May 2025
આજના સમયમાં માત્ર કમાણી પૂરતી નથી, પણ તમે જે બચત કરો છો તેનું યોગ્ય રોકાણ પણ જરૂરી છે. મોંઘવારી જે ઝડપથી વધી રહી છે અને ભવિષ્યને લઈને જે અનિશ્ચિતતા છે તેને ધ્યાનમાં લઈ તમારું રોકાણ યોગ્ય જગ્યા પર કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે. એક સારું રોકાણ માત્ર મોંઘવારી સામે લડવામાં જ નહીં, પણ તમારા બચત કરવામાં પણ મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
આજે જાણીએ પોસ્ટ ઓફિસની એક ખૂબ જ સરસ યોજનાની માહિતી, જેમાં રોકાણ કરીને થોડા જ મહિના માં તમાર પૈસા ડબલ થઈ શકે છે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. ખાસ વાત એ છે કે રોકાણના દૃષ્ટિકોણથી આ યોજના સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહીં રોકાણ કરતા તમને બજારના જોખમનો કોઈ ખતરો નથી.
કિસાન વિકાસ પત્ર યોજના
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) યોજના અંતર્ગત તમને આકર્ષક વ્યાજદર મળે છે. હાલમાં આ યોજનામાં રોકાણ કરનારાને 7.5 ટકા વ્યાજદર આપવામાં આવી રહી છે. આ યોજનામાં તમે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકો છો.
ADVERTISEMENT
આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને ત્યારપછી 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. તમે જેટલું પણ રોકાણ કરો એ 115 મહિના પછી ડબલ થઈ જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉદાહરણ તરીકે, જો તમે આ યોજનામાં 4 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો વર્તમાન 7.5 ટકાના વ્યાજદર મુજબ 115 મહિનામાં તે રકમ ડબલ, એટલે કે 8 લાખ રૂપિયા થઈ જશે.
ADVERTISEMENT
આ યોજનાની એક ખાસિયત એ છે કે અહીં મળતું વ્યાજ સંપૂર્ણ રીતે સંયુક્ત વ્યાજ પર આધારિત હોય છે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે સિંગલ તેમજ જોઈન્ટ બંને પ્રકારના ખાતા ખોલાવી શકો છો.
વધુ વાંચો: બેંક ડૂબે તો તમારા ખાતમાં જમા રૂપિયા ઓછા મળે કે પૂરેપૂરા? જાણો શું છે નિયમો
કિસાન વિકાસ પત્ર યોજના એ સરકારી સુરક્ષિત રોકાણ વિકલ્પ છે, જેમાં 7.5% વ્યાજ સાથે 115 મહિનામાં રૂપિયા ડબલ થાય છે. બજારના જોખમથી મુક્ત અને સંતાનના નામે પણ ખાતું ખોલાવવાની સુવિધા સાથે આ યોજના લાંબા ગાળાના નફાકારક રોકાણ માટે ઉત્તમ પસંદગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.